111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
Publish Date : 13/04/2026
આણંદ ખાતે જિલ્લા કક્ષાના ફરીયાદ નિવારણ કેન્દ્ર અને મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવત
આણંદ, શુક્રવાર , ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે.
આ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા 111-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર માટે કલેકટર કચેરી, ત્રીજા માળે, આણંદ ખાતે જિલ્લા કક્ષાનું ફરીયાદ નિવારણ સેન્ટર, 1950 હેલ્પલાઇન, વોટર હેલ્પ ડેસ્ક, Cvigil મોનિટરિંગ સેન્ટર અને ટોલ ફ્રી નંબર 1800 425 2560 શરૂ કરવામાં આવ્યુ છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે નિયુક્ત થયેલા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવતએ ફરિયાદ નિવારણ સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને ટોલ ફ્રી નંબર, 1950 ઉપર અને Cvigil ઉપર આવેલ ફરિયાદોની વિસ્તૃત જાણકારી મેળવી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિતાબેન લાછુનએ આ સેન્ટર ખાતે 1950 ટોલ ફ્રી નંબર ઉપર ચૂંટણીને લગતી વિવિધ ઇન્કવાયરી અને ફરિયાદ આવતી હોય છે તેમ જણાવી 01 લી એપ્રિલથી અત્યાર સુધીમાં 69 વિવિધ પ્રકારની ચૂંટણીલક્ષી ઇલેક્શન કાર્ડ ને સંબંધિત વિગતોમાં ચૂંટણી કાર્ડ મળ્યું નથી, એપીક કાર્ડ ડાઉનલોડ થતું નથી, ચૂંટણી કાર્ડ ને લગતુ સ્ટેટસ ચેક કેવી રીતે કરવું?, નવું ચૂંટણી કાર્ડ કેવી રીતે મેળવવું, ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કેવી રીતે કરવા જેવી ઇન્કવાયરીઓ આવતી હોય છે. આ સેન્ટર ખાતે 03 ટીમો દ્વારા 24×7 રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે, જે વિગતોથી ખર્ચ ઓબ્ઝર્વર શ્રી ને વાકેફ કર્યા હતા.ભારતના ચૂંટણી પંચ દ્વારા 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે નિયુક્ત થયેલા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવતએ ઈ.એમ.એમ.સી. (ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ) સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મીડિયા મોનિટરીંગ સેન્ટર ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા પેઈડ ન્યૂઝ,જાહેરાતો સહિત આચારસંહિતા ભંગ અંગેના સમાચાર બાબતે 03 ટીમો દ્વારા 24×7 રાઉન્ડ ધ કલોક નજર રાખવામાં આવી રહી છે. આ સમયે મીડિયાન નોડલ અધિકારી શ્રી અને નાયબ માહિતી નિયામક શ્રી હેતલભાઇ દવેએ ખર્ચ ઓબ્ઝર્વેર શ્રી અનંગ રાવતને મીડિયાલક્ષી માહિતી અને સ્થાનિક ચેનલોના મોનિટરીંગ અને પ્રિન્ટ મીડિયા માં આવતા ચૂંટણી લક્ષી પેઈડ ન્યુઝ ની ચકાસણી બાબતોથી વાકેફ કર્યા હતા.

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026