111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
Publish Date : 10/04/2026
ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં 2.45 લાખથી વધુ મતદાર માહિતી સ્લીપ ( કાપલી ) નું બી.એલ.ઓ. દ્વારા ઘેર ઘેર વિતરણ
તા.17 એપ્રિલ સુધીમાં તમામ મતદારોને ઘેર બેઠા મતદાર કાપલી મળી રહેશે
મતદાન કરવા માટે મતદાર સ્લીપ એટલે કે મતદાર કાપલીની સાથે ચૂંટણી કાર્ડ અથવા અન્ય ફોટો ઓળખકાર્ડ જરૂરી
આણંદ, ગુરુવાર , 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચોધરીના માગૅદશૅન હેઠળ મતદાર જાગૃતિ અભિયાન સહિત અનેકવિધ કામગીરીઓ સુપેરે ચાલી રહી છે. આગામી તારીખ 23મી એપ્રિલના રોજ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન યોજાનાર છે, ત્યારે ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં બુથ લેવલ ઓફિસર દ્વારા ઘેર ઘેર ફરીને રૂબરૂમાં બારકોડવાળી મતદાર માહિતી સ્લીપ (કાપલી) વિતરણ કામગીરી શરૂ કરી દેવાઈ છે.
111-ઉમરેઠ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી-2026 સંબંધે મતદારો મતદાનની તારીખ, સમય અને મતદાનના સ્થળથી માહિતગાર થાય તે માટે ભારતીય ચૂંટણી પંચની સ્થાયી સુચના મુજબ મતદાન સ્થળનો નકશો ધરાવતી મતદાર માહિતી કાપલી વિતરણની કામગીરી ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ છે.
જે અંતર્ગત 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ઉમરેઠ વિધાનસભા માટે 2,45,623 મતદાર માહિતી સ્લીપ ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહી છે, જે તા.17 મી એપ્રિલ સુધીમાં બુથ લેવલ ઓફિસર દ્વારા રૂબરૂમાં તમામ મતદારોના ઘરે ઘરે ફરીને પહોંચાડી દેવામાં આવશે. હાલમાં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં કાર્યરત 306 બૂથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટૂ ડોર મતદારોને સ્લીપનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ મતદારોને આગામી એપ્રિલ મહિનાની 23 મી તારીખના રોજ સવારે 7-00 કલાકથી સાંજના 18-00 કલાક સુધીના સમયગાળામાં મહત્તમ મતદાન કરવા અનુરોધ કર્યો છે અને જણાવ્યું છે કે આ મતદાર કાપલીની સાથે મતદારોએ પોતાનું ચૂંટણી કાર્ડ એટલે કે એપીક કાર્ડ અથવા તો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 દસ્તાવેજો એટલે કે ફોટો ઓળખકાર્ડ સાથે રાખવું જરૂરી છે.

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026