Close

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

Publish Date : 10/04/2026

આણંદ ખાતે જિલ્લા કક્ષાના ફરીયાદ નિવારણ કેન્દ્રની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર શ્રી માતા દિન મીણા

1950 ઉપર 01 એપ્રિલ થી અત્યાર સુધી 69 ચૂંટણી કાર્ડ ને લગતી ઇન્કવાયરી આવી

ટોલ ફ્રી નંબર ઉપર 02 ફરિયાદ અને Cvigil ઉપર 02 ફરિયાદ મળી

આણંદ, ગુરુવાર , ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે.

આ અન્વયે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર માટે કલેકટર કચેરી, ત્રીજા માળે, આણંદ ખાતે જિલ્લા કક્ષાનું ફરીયાદ નિવારણ સેન્ટર, 1950 હેલ્પલાઇન, વોટર હેલ્પ ડેસ્ક, Cvigil મોનિટરિંગ સેન્ટર અને ટોલ ફ્રી નંબર 1800 425 2560 શરૂ કરવામાં આવેલ છે, જેના નોડલ અધિકારી શ્રી તરીકે રૂબીસિંહ રાજપુત નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ની નિમણૂક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા કરવામાં આવી છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા 111 –  ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે નિયુક્ત થયેલા જનરલ ઓબ્ઝર્વર શ્રી માતા દિન મીણા (IAS)‌ એ ફરિયાદ નિવારણ સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને ટોલ ફ્રી નંબર, 1950 ઉપર અને Cvigil ઉપર આવેલ ફરિયાદોની વિસ્તૃત જાણકારી મેળવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ આ સેન્ટર ખાતે 1950 ટોલ ફ્રી નંબર ઉપર ચૂંટણીને લગતી વિવિધ ઇન્કવાયરી અને ફરિયાદ આવતી હોય છે તેમ જણાવી 01 લી એપ્રિલથી અત્યાર સુધીમાં 69 વિવિધ પ્રકારની ચૂંટણીલક્ષી ઇલેક્શન કાર્ડ ને સંબંધિત વિગતોમાં ચૂંટણી કાર્ડ મળ્યું નથી, એપીક કાર્ડ ડાઉનલોડ થતું નથી, ચૂંટણી કાર્ડ ને લગતુ સ્ટેટસ ચેક કેવી રીતે કરવું?, નવું ચૂંટણી કાર્ડ કેવી રીતે મેળવવું, ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કેવી રીતે કરવા જેવી ઇન્કવાયરીઓ આવતી હોય છે. આ સેન્ટર ખાતે ત્રણ ટીમો દ્વારા ૨૪×૭ રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે, જે વિગતોથી ઓબ્ઝર્વર શ્રી ને વાકેફ કર્યા હતા.

આ સમયે પોલીસ ઓબ્ઝર્વર શ્રી વિનોદકુમાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિતાબેન લાછુન, નોડલ અધિકારી શ્રી રૂબી સિંહ રાજપુત હાજર રહ્યા હતા.

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026