111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
Publish Date : 02/04/2026
આણંદ ખાતે મીડિયા મોનિટરીંગ સેન્ટરની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર શ્રી માતા દિન મીણા
આણંદ, બુધવાર , ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. આ અન્વયે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર માટે કલેકટર કચેરી, બીજા માળે, આણંદ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.
મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી અંતર્ગત આ સેન્ટર ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા પેઈડ ન્યૂઝ,જાહેરાતો સહિત આચારસંહિતા ભંગ અંગેના સમાચાર બાબતે ત્રણ ટીમો દ્વારા ૨૪×૭ રાઉન્ડ ધ કલોક નજર રાખવામાં આવી રહી છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે નિયુક્ત થયેલા જનરલ ઓબ્ઝર્વર શ્રી માતા દિન મીણા (IAS), શ્રી વિનોદ કુમાર (આઈપીએસ) પોલીસ ઓબ્ઝર્વર શ્રી એ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરી સાથે ઈ.એમ.એમ.સી. (ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ) સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું
આ સમયે મીડિયા નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક શ્રી હેતલભાઇ દવે એ જનરલ ઓબ્ઝર્વેર શ્રી ને મીડિયાલક્ષી માહિતી અને સ્થાનિક ચેનલોના મોનિટરીંગ અને પ્રિન્ટ મીડિયા માં આવતા ચૂંટણી લક્ષી પેઈડ ન્યુઝ ની ચકાસણી બાબતોથી વાકેફ કર્યા હતા.
આ સમયે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિતાબેન લાછુન હાજર રહ્યા હતા.

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026