Close

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

Publish Date : 02/04/2026

થામણા ખાતે મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત મહેંદી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો

આણંદ, બુધવાર 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 23 એપ્રિલ ના રોજ યોજાનાર છે.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્વીપ કાર્યક્રમ ના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ મતદારોને જાગૃત કરવા મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે અને પોતાના મતાધિકારનો ઉપયોગ વધુમાં વધુ મતદારો કરે તે માટે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના ગામો ખાતે હાઈ સ્કૂલ કોલેજ ખાતે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.

આ ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં આવતા 46 ગામોના મતદારો મહત્તમ મતદાન કરે તે માટે મતદાતા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

મતદારોને જાગૃત કરવાના કાર્યક્રમ અંતર્ગત આજે થામણા ગામ ખાતેની હાઇસ્કુલ ખાતે મહેંદી સ્પર્ધા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે મહેંદીમાં “મેરા વોટ મેરા અધિકાર”  “મત આપવા તૈયાર રહેજો” અને “મતદાન જરૂરથી કરજો” જેવા સ્લોગન હાથ ઉપર મહેંદી દ્વારા લખવામાં આવ્યા હતા.

આ મહેદી સ્પર્ધામાં હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને મતદારોને જાગૃત કરવાનો અનોખો કાર્યક્રમ યોજ્યો હતો.

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - 2026