111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026
Publish Date : 01/04/2026
આણંદ ખાતે મીડિયા મોનિટરીંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવત
આણંદ, સોમવાર , 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026 અંતર્ગત કલેકટર કચેરી, બીજા માળે, આણંદ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.
મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી અંતર્ગત આ સેન્ટર ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા પેઈડ ન્યૂઝ,જાહેરાતો સહિત આચારસંહિતા ભંગ અંગેના સમાચાર બાબતે 03 ટીમો દ્વારા 24×7 રાઉન્ડ ધ કલોક નજર રાખવામાં આવી રહી છે.ભારતના ચૂંટણી પંચ દ્વારા 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે નિયુક્ત થયેલા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવતએ કલેકટર કચેરી આણંદ ખાતે કાર્યરત ઈ.એમ.એમ.સી. (ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ) સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ સમયે મીડિયા નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક શ્રી હેતલભાઇ દવે એ ખચૅ નિરીક્ષકશ્રીને મીડિયાલક્ષી માહિતી અને સ્થાનિક ચેનલોના મોનિટરીંગ અને પ્રિન્ટ મીડિયા માં આવતી જાહેરાત અને સમાચારની ચકાસણી બાબતોથી વાકેફ કર્યા હતા.
આ સમયે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિતાબેન લાછુન હાજર રહ્યા હતા.

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026