111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
Publish Date : 10/04/2026
ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વર ને આણંદ ખાતે જાહેર જનતા મળી શકશે
જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વર શ્રી દર સોમવાર અને મંગળવારે 11-00 થી 12-00 કલાક દરમિયાન સર્કિટ હાઉસ, આણંદ ખાતે મળશે
ખર્ચ ઓબ્ઝર્વર શ્રી સર્કિટ હાઉસ, આણંદ ખાતે સવારે 9:30 થી 10:30 કલાક દરમિયાન મળશે
આણંદ, ગુરુવાર , 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વેર અને ખર્ચ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે.
આ ત્રણેય ઓબ્ઝર્વર શ્રી ઓ ને જાહેર જનતા, રાજકીય પક્ષો અને ઉમેદવારો સંપર્ક કરી શકે તે માટે તેઓના નામ, સંપર્ક નંબર, મુલાકાત ના સ્થળ અને મુલાકાત નો સમય પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
તે મુજબ તેઓ આગામી તારી 23મી એપ્રિલ સુધી મળી શકશે. 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે શ્રી માતા દિન મીણા (આઈ.એ.એસ.) ની નિમણૂક જનરલ ઓબ્ઝર્વર તરીકે કરવામાં આવી છે. તેઓનો મોબાઇલ નંબર 82005 72619 છે અને લેન્ડલાઈન નંબર 02692 255025 ઉપર પણ મળશે. તેઓ સર્કિટ હાઉસ, આણંદ ખાતે વિશ્વામિત્રી રૂમમાં દર સોમવાર અને મંગળવારે સવારે 11-00 થી 12-00 કલાક દરમિયાન મળશે.
ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવત (આઈ.આર.એસ)નો મોબાઇલ નંબર 82002 57421 છે અને લેન્ડલાઈન નંબર 02692 255022 ઉપર પણ મળશે. તેઓ સર્કિટ હાઉસ, આણંદના મહીસાગર રૂમમાં સવારે 9:30 કલાકથી 10:30 કલાક સુધી મળશે.
પોલીસ ઓબ્ઝર્વર શ્રી વિનોદકુમાર (આઈ.પી.એસ)નો મોબાઇલ નંબર 63510 36383 છે. આ ઉપરાંત લેન્ડલાઈન નંબર 02692 2 55 0 24 ઉપર પણ મળશે. તેઓ સર્કિટ હાઉસ, અમૂલ ડેરી રોડ, આણંદના નર્મદા રૂમ ખાતે દર સોમવારે અને મંગળવારે સવારે 11-00 થી 12-00 કલાક દરમિયાન મળશે.
આ ઉપરાંત આ ત્રણ જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વર શ્રી ઓ ને ફેક્સથી જાણ કરવી હોય તો 02692 2 55 0 11 ઉપર ફેક્સ કરીને પણ જાણકારી આપી શકાશે.
આ ઉપરાંત ચૂંટણીલક્ષી અન્ય કોઈપણ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર 1800 425 2560 કંટ્રોલરૂમ ખાતે પણ જાણ કરી શકાશે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.