111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
Publish Date : 07/04/2026
ઉમરેઠ તાલુકામાં યોજાયું મતદાતા જાગૃતિ અભિયાન
ઉમરેઠ તાલુકાની હાઇસ્કુલો ખાતે યોજાયા વિવિધ કાર્યક્રમ
આણંદ, સોમવાર , 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 23 એપ્રિલ ના રોજ યોજાનાર છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્વીપ કાર્યક્રમના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની હાઈસ્કૂલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.સ્વીપ કાર્યક્રમના નોડલ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીના જણાવ્યા મુજબ મતદારોને જાગૃત કરવાના કાર્યક્રમ અંતર્ગત આજે આગમ હાઈસ્કૂલ, ઉમરેઠ અને સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ, ઉમરેઠ ખાતે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ રેડી ટુ વોટ, પ્લે વોટ, વોટ ના નારા લગાવ્યા હતાં અને વિદ્યાર્થીઓએ ઊભા રહીને મતદારો મતદાન કરવા પ્રેરાય તેવા શબ્દોની રચના કરી હતી.આ કાર્યક્રમમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે જાગૃત કરવાનો અનોખો કાર્યક્રમ યોજ્યો હતો.

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026