Close

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

Publish Date : 07/04/2026

મતદારો મતદાનના દિવસે ચૂંટણી કાર્ડ સિવાયના ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 દસ્તાવેજો પૈકી કોઈ પણ 01 દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકશે

બિન નિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી થયેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત “અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે

આણંદ, સોમવાર , 111 – ઉમરેઠ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીમાં મતદાન કરતા પહેલા મતદારે મતદાર ફોટો ઓળખપત્ર એટલે કે એપીક કાર્ડ રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહે છે. 111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનો મતદાન આગામી તારીખ 23મી એપ્રિલના રોજ થનાર છે.મતદાનના દિવસે મતદારોએ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખ કાર્ડ મતદાન મથકે પોતાની ઓળખ માટે  રજૂ કરવાનું હોય છે. જે મતદારો ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખ કાર્ડ રજૂ ન કરી શકે તો પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય 12 પૈકી કોઈ 01 દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકશે.ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવેલ આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક,  શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ/આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ, પીડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ,  એન પી આર (નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર)બીઅન્વયે આરજીઆઈ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, કેન્દ્ર /રાજ્ય સરકાર/ જાહેર ક્ષેત્ર ઉપક્રમો /જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખ પત્રો,  સંસદ સભ્યો/ ધારાસભ્યો/ વિધાન પરિષદના સભ્યોને ઇશ્યૂ કરેલા સરકારી ઓળખ પત્રો અને યુનિક ડિસેબલલીટી આઈડી કાર્ડ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યું હોય આ 12 પૈકી કોઈ પણ 01 દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે તેમ જણાવાયું છે.

વધુમાં બિન નિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી થયેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત “અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.

આમ, આણંદ જિલ્લામાં 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં જે મતદારો પાસે મતદાર ફોટો ઓળખ કાર્ડ- EPIC ન હોય તો મતદારો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 દસ્તાવેજો પૈકી કોઈપણ 01 રજૂ કરી મતદાન કરી શકશે, તેમ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.