Close

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

Publish Date : 06/04/2026

આજે વધુ 04 ઉમેદવારો દ્વારા 08 ઉમેદવારી પત્ર મેળવવામાં આવ્યા

અત્યાર સુધીમાં કુલ 17 અરજદારો દ્વારા 42 ઉમેદવારી પત્રો મેળવવામાં આવ્યા

આણંદ, શનિવાર , 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે તા. 23 મી એપ્રિલ ના રોજ મતદાન થનાર છે. તે માટે 111- ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દ્વારા  તારીખ 30 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.જે અન્વયે 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે આજના દિવસે 04 ઉમેદવારો દ્વારા 08 ઉમેદવારી પત્ર મેળવવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કુલ 17 અરજદારો દ્વારા 42 ઉમેદવારી પત્રો મેળવવામાં આવ્યા છે.ચૂંટણી અધિકારીશ્રીના જણાવ્યા મુજબ જાહેર રજાના દિવસો સિવાય આગામી તા.06-04-2026, સોમવાર સવારે 11:00 કલાકથી બપોર બાદ 15-00 કલાક સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. ઉમેદવારી પત્રો મામલતદાર કચેરી, ઉમરેઠ ખાતે ચૂંટણી અધિકારી શ્રી દ્વારા અને મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી દ્વારા સ્વીકારવામાં આવશે.