111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
Publish Date : 06/04/2026
બીજા તબક્કાની ચૂંટણીલક્ષી તાલીમ
તારીખ 10 એપ્રિલના રોજ ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારીઓને ડી.એમ. પટેલ કોલેજ, ઓડ ખાતે તાલીમ આપવામાં આવશે
આણંદ, શનિવાર , 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી/ કર્મચારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે.આ તાલીમમાં પોલિંગ ઓફિસર, ફીમેલ પોલિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર 1 અને પ્રિસાઇડિંગ ઓફિસરને તાલીમ આપવામાં આવનાર છે.તારીખ 10 મી એપ્રિલ, શુક્રવારના રોજ બીજા તબક્કાની તાલીમ ડી. એમ. પટેલ કોલેજ, ઓડ ખાતે બપોરના 13-00 થી 1500 કલાક સુધી અને 15-00 થી 17-00 કલાક દરમિયાન યોજાશે.