Close

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી

Publish Date : 06/04/2026

મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે

શ્રમયોગીઓને મત આપવા માટે રજા આપવામાં ના આવે તો મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, આણંદના ફોન નંબર ૦૨૬૯૨ -૨૬૪૩૯૬ ઉપર સંપર્ક કરવો

આણંદ, શનિવાર , આણંદ જિલ્લામાં સમાવિષ્ઠ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી તા.૨૩/૦૪/૨૦૨૬ ગુરૂવારનો રોજ યોજવામાં આવનાર છે. મતદાનનાં દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા – ૧૯૪૮ હેઠળનાં નોંધાયેલા (ઔધોગિક એકમો) કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અઘર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પર કામ કરતાં શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ ૧૩૫ (બી) મુજબ આવા કારખાના ધારા-૧૯૪૮ હેઠળના કારખાનાનાં શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ અન્વયે નોંધણી થયેલ સંસ્થાઓ/સાઇટના કામ કરતાં શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે.

આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓનાં પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં, રજાનાં કારણે જો શ્રમયોગી / કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યકિત રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવાપાત્ર હોય તેટલો પગાર ચુકવવાનો રેહશે.

જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભુ થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સંવેતન રજા આપવાની રહેશે.

જો કોઈ કારખાનેદાર ઉપરોક્ત જોગવાઈઓથી વિરુધ્ધનું વર્તન કરશે, તો કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મતદાનનાં દિવસે શ્રમયોગીને મત આપવા માટે રજા ન આપવામાં આવે તો અથવા કોઈ ફરિયાદ હોય તો શ્રી આર.એચ.સોલંકી, મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, આણંદ, ફોન નંબર ૦૨૬૯૨ -૨૬૪૩૯૬, રૂમ નં. ૨૧૮ / ૨૧૯ જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી,આણંદ નો સંપર્ક સાધવા જણાવ્યું છે.