Close

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026નું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Publish Date : 01/04/2026

તા. 06-04-2026 સુધી જાહેર રજા સિવાય સવારના 11-00 કલાક થી બપોરના 15-00 કલાક વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે

કોરા ઉમેદવારી પત્ર મામલતદાર કચેરી, ઉમરેઠ ખાતેથી મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર તે જ સ્થળે રજુ કરી શકાશે

આણંદ, સોમવાર,તા. 30-03-2026 નાં રોજ  ચૂંટણી અધિકારી, 111 -ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગ અને જીલ્લા પુરવઠા અધિકારી, આણંદ દ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરવામાં આવેલ છે. આ ચૂંટણી નોટીસમાં જણાવ્યા પ્રમાણે, કોરા ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી, 111-ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગ અને જીલ્લા પુરવઠા અધિકારી, મિટીંગ હોલ, પ્રથમ માળ, તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી, ઉમરેઠ ખાતેથી અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, 111-ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર ઉમરેઠ, મિટીંગ હોલ, પ્રથમ માળ, તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી, ઉમરેઠ ખાતેથી તા. 30-03-2026 થી તા. 06-04-2026 સુધી જાહેર રજા સિવાય સવારના 11-00 કલાક થી બપોરના 15-00 કલાક વચ્ચે મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર તેઓની સમક્ષ રજુ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટીસ પ્રસિદ્ઘ કરવામાં આવેલ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા. 07 મી એપ્રિલ-2026, મંગળવાર ના રોજ સવારના 11-00  વાગ્યાથી ચૂંટણી અધિકારી, 111-ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગ અને જીલ્લા પુરવઠા અધિકારી, આણંદ દ્વારા મિટીંગ હોલ, પ્રથમ માળ, તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી, ઉમરેઠ ખાતે હાથ ધરવામાં આવશે. તારીખ 09-04-2026, ગુરૂવારના બપોરના 15-00 કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોકત કોઈપણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે. મતદાન કરવાનુ થશે તો તા.23-04-2026 ગુરૂવારના રોજ સવારે 7-00 કલાકથી સાંજના 18-00 કલાક વચ્ચે થશે, તેવુ શ્રી જે.એસ.પટેલ, ચૂંટણી અધિકારી, 111-ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગ અને જીલ્લા પુરવઠા અધિકારી, આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.