Close

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026

Publish Date : 30/03/2026

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી સંદીપ સાગલેએ આણંદ ખાતે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી

આણંદના ડેડીકેટેડ ઇવીએમ વેરહાઉસનું કર્યું ત્રિમાસિક ઇન્સ્પેક્શન

આણંદ, શુક્રવાર  111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 અંતર્ગત નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલના રોજ યોજવામાં આવનાર છે.

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી સંદીપ સાંગલએ આજે આણંદ ખાતે 111-ઉમરેઠ પેટા ચુંટણીને લગતી તૈયારીઓની સમીક્ષા કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટરશ્રીએ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અંગેની તૈયારીઓથી શ્રી સંદીપ સાંગલે ને વાકેફ કર્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે નોડલ અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. એક્સપેન્ડિચર મોનિટર માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. ચૂંટણીમાં ફરજ બજાવનાર અધિકારી કર્મચારીઓ માટે તાલીમ આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ ફ્લાયિંગ સ્ક્વોડની ટીમો દ્વારા ઉમરેઠ નગરમાં પ્રવેશતા દ્વાર ઉપર વાહનોના આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ઇવીએમ મશીનના પ્રથમ તબક્કાનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે અને મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરાયા છે ની વિગતોથી શ્રી સંદીપ સાંગલેને વાકેફ કર્યા હતા.આ સમયે શ્રી સંદીપ સાંગલે એ આણંદ સ્થિત ડેડીકેટેડ ઇવીએમ વેરહાઉસની મુલાકાત લીધી હતી અને ત્રિમાસિક ઇન્સ્પેક્શન કર્યું હતું તથા પ્રથમ તબક્કાના ચાલી રહેલ એફ એલ સી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એ આ ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં 306 મતદાન મથકો ઉપર મતદાન માટે રાખવામાં આવનાર ઈવીએમ મશીન ના પ્રથમ તબક્કાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ભારતના ચૂંટણી પંચના નિયમો મુજબ પેટા ચૂંટણીમાં 200% ઇવીએમ FLC કરવાના થાય છે તે મુજબ ઇવીએમના પ્રથમ તબક્કાના ઇવીએમ નું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેની જાણકારી શ્રી સંદીપ સાંગલેને આપી હતીમુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની ઇવીએમ વેરહાઉસની મુલાકાત સમયે તમામ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા.

આ સમયે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી સમક્ષ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઇવીએમ ના પ્રથમ તબક્કાના એફ.એલ. સી. અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ સમયે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિતાબેન લાછુન હાજર રહ્યાં હતાં.

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026