૮૦ મો સ્વાતંત્ર્ય પર્વ : આણંદ જિલ્લો
Publish Date : 18/08/2026
વિવિધ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ સાથે સ્વાતંત્ર પર્વની ઉમરેઠ ખાતે ભવ્ય ઉજવણી
ઉમરેઠ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી : પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહીડાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પરેડ નિરીક્ષણ કર્યું
વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ : મંત્રીશ્રી સંજયસિંહ મહીડા
ઉમરેઠ તાલુકાને વિકાસ કામો માટે મંત્રીશ્રીના વરદ્હસ્તે રૂ.૨૫ લાખનો ચેક એનાયત
જિલ્લાને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરે નામના અપાવનારા વિશિષ્ટ વ્યક્તિશ્રીઓનું તથા જિલ્લાના કર્તવ્યનિષ્ઠ અધિકારીઓ/કર્મચારીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન
આણંદ, શનિવાર , દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આણંદ જિલ્લાના ઉમરેઠ એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહીડાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી અને પરેડ નિરીક્ષણ કર્યું હતુ.
૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી પ્રસંગે મંત્રીશ્રી સંજયસિંહ મહિડાએ જિલ્લાવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી આઝાદીના મહાયજ્ઞમાં સર્વોચ્ચ બલિદાન આપનાર અમર ક્રાંતિકારીઓ અને શહીદોને તેમણે ભાવપૂર્ણ વંદન કર્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ સહિતના મહાપુરૂષો અને નામી – અનામી શહીદોને યાદ કરી તેમને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ આણંદની પવિત્ર ભૂમિ પર તિરંગો લહેરાવવાનો અવસર મળવો એ ગૌરવની વાત છે તેમ જણાવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ ‘વિકસિત ભારત’ બનાવવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત અગ્રેસર હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આયુષ્માન ભારત, ઉજ્જવલા યોજના અને પીએમ સૂર્યઘર યોજના જેવી કેન્દ્ર સરકારની પ્રત્યેક જનકલ્યાણ યોજનાઓના અમલીકરણમાં ગુજરાતે દેશભરમાં આગળની હરોળમાં સ્થાન મેળવ્યું છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે વાત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ૧૬૦૦ કિમી લાંબા દરિયાકાંઠે સુરક્ષા વધુ મજબૂત બની છે, એટીએસની સફળ કામગીરી, અસામાજિક તત્વો સામે ‘ઓપરેશન ડેલ્ટા’ અને ગુમ થયેલા બાળકો-નાગરિકોને પરિવારો સાથે પુનઃમિલન કરાવતું ‘ઓપરેશન મુસ્કાન’ સફળતાપૂર્વક પાર પાડવા જેવા કાર્યોની સાથે સાયબર ક્રાઈમ સામે મહિલા અને બાળકોની સુરક્ષા માટે ‘કવચ કેન્દ્ર’ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
મંત્રીશ્રીએ કહયું હતુ કે, કૃષિ, પશુપાલન ક્ષેત્રે શ્વેતક્રાંતિ અને સહકારિતાના પ્રતીક એવા આણંદ જિલ્લામાં પશુપાલન અને ડેરી ઉદ્યોગને આધુનિકતા આપવા ‘અમૂલ એઆઈ’ (AI) ની શરૂઆત કરવામાં આવી છે. છેલ્લા ૧૦ વર્ષમાં કુદરતી આપત્તિઓ સામે ખેડૂતોને ૨૨ હજાર કરોડથી વધુની રાહત સહાય અપાઈ છે. તેમણે વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટમાં કૃષિ વિભાગ માટે ૨૪ હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને ૨.૧૯ કરોડ સોઈલ હેલ્થ કાર્ડ આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરાયા હોવાનું પણ જણાવ્યું હતું.
આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં થયેલ સીમાચિહ્નરૂપ કામગીરીની વાત કરતાં અંગે મંત્રી શ્રી મહિડાએ ઉમેર્યું હતુ કે, ૧૪ થી ૧૫ વર્ષની સાડા પાંચ લાખ દીકરીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી રસી આપી ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તેમજ ટીબીના કેસોમાં ૩૪% નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. શિક્ષણ ક્ષેત્રે ‘નમો લક્ષ્મી યોજના’થી વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ૭૩% જેટલો વધારો થયો છે તથા ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ અને AI આધારિત ટ્રેકિંગ સિસ્ટમથી ડ્રોપઆઉટ રેશિયો અટકાવી બાળકોને પુનઃ શિક્ષણ સાથે જોડવામાં આવ્યા છે.
રાજ્યમાં થયેલ ઔદ્યોગિક વિકાસ, રોજગારી અને માળખાગત વિકાસનો ચિતાર આપતા મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, દેશની પ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી અંતર્ગત સાણંદ અને ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ સ્થાપી હાઈટેક રોજગારીનું નિર્માણ કરાઈ રહ્યું છે. છેલ્લા ૫ વર્ષમાં રોજગાર મેળાઓ થકી ૬.૫૪ લાખથી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. તેમજ વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે, સ્માર્ટ જીઆઈડીસી, મેટ્રો કનેક્ટિવિટી તેમજ ‘સુજલામ સુફલામ’ અને ‘સૌની’ યોજના થકી જળસંગ્રહ ક્ષમતામાં ૧,૩૮,૦૦૦+ ઘનફૂટનો રેકોર્ડબ્રેક વધારો થયો છે.
મંત્રીશ્રીએ રાજ્યમાં એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ કરોડો છોડ રોપીને વૃક્ષારોપણ અને અમદાવાદમાં મિયાવાકી પદ્ધતિથી ૧ કલાકમાં ૩.૬૧ લાખ રોપા વાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરાયો છે તેમ જણાવ્યંથ હતું. તેમણે વર્ષ ૨૦૩૦ ની કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી ઉજવણીની યજમાની ગુજરાત કરવા જઈ રહ્યું છે જે આપણી માટે ગૌરવની વાત છે તેમ કહી ‘વિકાસ ભી, વિરાસત ભી’ મંત્ર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, દ્વારકા અને અંબાજી શક્તિ કોરિડોર વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે તેમ કહી ખેડૂત, યુવાન, મહિલા અને વંચિત વર્ગોના ઉત્થાન માટે સરકારની કટિબદ્ધતા દોહરાવતા સરદાર પટેલના આદર્શો પર ચાલી એક અખંડ, સક્ષમ અને સમૃદ્ધ ‘આત્મનિર્ભર ભારત’ના નિર્માણમાં સર્વે નાગરિકોને સહભાગી થવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે આણંદ જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ આણંદની આનંદાલય સ્કૂલ, નોલેજ હાઇસ્કુલ, આણંદ આર્ટસ કોલેજ, ઉમરેઠની પ્રગતિ હાઇસ્કુલ, સરસ્વતી સ્કૂલ અને આગમ હાઇસ્કુલ તથા વિદ્યાનગર સ્થિત ચારૂતર વિધામંડળ અને જયકુબેર મલખમ સ્પોર્ટ્સ એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને અનુરૂપ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે જિલ્લાને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરે નામના અપાવનારા વિશિષ્ટ વ્યક્તિશ્રીઓનું તથા જિલ્લાના કર્તવ્યનિષ્ઠ અધિકારીઓ/કર્મચારીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર શાળાના વિદ્યાર્થીઓને પણ મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
આ વેળાએ જિલ્લા કક્ષાની ઉજવણીના યજમાન થવા બદલ ઉમરેઠ તાલુકાના વિવિધ વિકાસ કામો માટે મંત્રીશ્રીના વરદ્હસ્તે રૂ. ૨૫ લાખનો ચેક તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તાલુકા પંચાયત પ્રમુખશ્રીને એનાયત કરાયો હતો.
કાર્યક્રમના અંતે મંત્રીશ્રી સંજયસિંહ મહીડા અને મહાનુભાવો દ્વારા એક પેડ માં કે નામ ૩.૦ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વના અવસરે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમાર, જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, જિલ્લા અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ, શ્રી લાલસિંહ વડોદિયા, નાયબ વન સંરક્ષકશ્રી સુરેશ મીણા, નિવાસી અધિક કલેકટરશ્રી રાહુલ ગમારા સહિતના અધિકારીઓ તથા તાલુકાના અગ્રણી પદાધિકારીઓ, જિલ્લાના વિવિધ શાળાના શિક્ષકગણ સહિત વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

૮૦ મો સ્વાતંત્ર્ય પર્વ : આણંદ જિલ્લો

૮૦ મો સ્વાતંત્ર્ય પર્વ : આણંદ જિલ્લો

૮૦ મો સ્વાતંત્ર્ય પર્વ : આણંદ જિલ્લો

૮૦ મો સ્વાતંત્ર્ય પર્વ : આણંદ જિલ્લો

૮૦ મો સ્વાતંત્ર્ય પર્વ : આણંદ જિલ્લો

૮૦ મો સ્વાતંત્ર્ય પર્વ : આણંદ જિલ્લો

૮૦ મો સ્વાતંત્ર્ય પર્વ : આણંદ જિલ્લો

૮૦ મો સ્વાતંત્ર્ય પર્વ : આણંદ જિલ્લો

૮૦ મો સ્વાતંત્ર્ય પર્વ : આણંદ જિલ્લો

૮૦ મો સ્વાતંત્ર્ય પર્વ : આણંદ જિલ્લો

૮૦ મો સ્વાતંત્ર્ય પર્વ : આણંદ જિલ્લો

૮૦ મો સ્વાતંત્ર્ય પર્વ : આણંદ જિલ્લો

૮૦ મો સ્વાતંત્ર્ય પર્વ : આણંદ જિલ્લો

૮૦ મો સ્વાતંત્ર્ય પર્વ : આણંદ જિલ્લો

૮૦ મો સ્વાતંત્ર્ય પર્વ : આણંદ જિલ્લો