Close

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

Publish Date : 15/04/2026

ઉમરેઠના વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓના ઘર આંગણે પહોંચ્યું જિલ્લા ચૂંટણી તંત્ર

ઉમરેઠ વિધાનસભા વિસ્તારના ૧૦૫ જેટલા ૮૫ વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ મતદારો માટે હોમ વોટીંગ સુવિધા

૮૫ થી વધુની ઉંમરના વૃદ્ધ તથા દિવ્યાંગ હોય તેવા કુલ ૯૭ નાગરિકોએ ઘરે બેઠા કર્યો મતાધિકારનો ઉપયોગ

આણંદ, સોમવાર , ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરાયા છે. ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ૮૫ વર્ષથી વધુ વય ધરાવતાં અને ૪૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારોને મતદાન અર્થે મતદાન મથક સુધી આવવું ના પડે તેને ધ્યાને લઈને તેમના માટે હોમ વોટીંગની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ હોમ વોટીંગની પ્રક્રિયામાં ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં ૯૧ જેટલા ૮૫ વર્ષથી વધુ વયના અને ૧૪ દિવ્યાંગ મતદારો મળી કુલ ૧૦૫ મતદારોએ ઘરે બેઠાં મતદાન કરવાનો વિકલ્પ અપનાવ્યો હતો. જેને ધ્યાને લઈ ચૂંટણી તંત્ર દ્વારા આ તમામ મતદારો મતદાન કરી શકે તે માટેના નિયત કરાયેલ ચાર દિવસ પૈકી પ્રથમ બે દિવસોમાં ૯૭ મતદારોએ ઘરે બેઠા મતદાન કર્યું છે.

ભારતીય ચૂંટણી પંચ દ્વારા ૮૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો તથા દિવ્યાંગજનો માટે ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની આ પહેલના ભાગરૂપે આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૮૫ વર્ષ થી વધુ અને દિવ્યાંગ મતદારોના ઘરે જઈને મતદાન કુટીર ઉભી કરીને ટપાલ મતપત્રથી મતદાન કરાવવામાં આવ્યું છે. જે અન્વયે ચૂંટણી તંત્ર દ્વારા ૧૧૧ ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં વયોવૃધ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે જઈને તેમને હોમ વોટીંગ કરાવવામાં આવ્યું હતુ.

ઉલ્લેખનિય છે કે, ઉમરેઠ મતદાર વિભાગમાં કુલ ૧૦૫ જેટલા ૮૫ વર્ષથી વધુ વયના મતદારો અને દિવ્યાંગ મતદારોએ ઘરે બેઠાં મતદાન કરવાનો વિકલ્પ અપનાવ્યો છે. જેમાં ૯૧ વયોવૃદ્ધ અને ૧૪ દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે. આ તમામ મતદારોને ચૂંટણી તંત્ર દ્વારા હોમ વોટીંગની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

 

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬