Close

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

Publish Date : 04/04/2026

આજના દિવસમાં એક પણ ઉમેદવારી પત્ર ન ભરાયા

ત્રીજા દિવસે કુલ ૦૬ ઉમેદવારો દ્વારા ૧૬ ઉમેદવારી પત્ર લઈ જવામાં આવ્યા

આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં ૧૧૧- ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અન્વયે તા. ૨૩ મી એપ્રિલના રોજ મતદાન થનાર છે. તે માટે ૧૧૧-ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા તા. ૩૦ માર્ચ,૨૦૨૬ના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે અન્વયે ૧૧૧- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે તા.૩૦-૦૩-૨૦૨૬ થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ છે. ઉમેદવારી પત્રો ભરવાના આજના ત્રીજા દિવસે ૦૬ ઉમેદવારો દ્વારા ૧૬ ઉમેદવારી પત્ર મેળવવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા દિવસે ૦૩ ઉમેદવારો દ્વારા ૦૭ ઉમેદવારી પત્રો અને બીજા દિવસે ૦૪ ઉમેદવારો દ્વારા ૧૧ ઉમેદવારી પત્રો લેવામાં આવ્યા હતા. આમ, અત્યાર સુધીમાં કુલ ૧૩ ઉમેદવારો દ્વારા ૩૪ ઉમેદવારી પત્રો લેવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી એક પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું ન હોવાનું ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે, વધુમાં ચૂંટણી અધિકારીશ્રીના જણાવ્યા મુજબ જાહેર રજાના દિવસો સિવાય આગામી તા.૦૬-૦૪-૨૦૨૬ સુધી સવારે ૧૧:૦૦ કલાકથી બપોર બાદ ૧૫-૦૦ કલાક સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. આ ઉમેદવારી પત્રો મામલતદાર કચેરી, ઉમરેઠ ખાતે ચૂંટણી અધિકારીશ્રી દ્વારા અને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા સ્વીકારવામાં આવશે.