Close

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

Publish Date : 22/04/2026

આણંદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

તા.૨૩મી એપ્રિલે મતદાન માટે વહીવટી તંત્ર સજ્જ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આપી વિસ્તૃત વિગતો

૩૦૬ મતદાન મથકો પર સવારના ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી થશે મતદાન, કુલ ૨,૪૫,૬૨૩ મતદારો કરી શકશે પોતાના મતાધિકારનો ઉપયોગ

સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ રીતે સંપન્ન કરવા માટે ૧૫૦૦ કર્મચારીઓનો કાફલો તૈનાત

આણંદ, સોમવાર , આણંદ જિલ્લાના ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગની પેટા ચૂંટણી અન્વયે આગામી તા.૨૩ મી એપ્રિલના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણી પ્રક્રિયાને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. જે સંદર્ભમાં જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ચૂંટણીલક્ષી આયોજન અને પ્રક્રિયા વિશે પત્રકારોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ભારતીય બંધારણની જોગવાઈઓ અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૦ તથા ૧૯૫૧ હેઠળ યોજાનારી આ ચૂંટણી માટે તા.૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ મતદાનનો સમય સવારના ૭-૦૦ કલાક થી સાંજના ૬-૦૦ કલાક સુધીનો રહેશે, જે માટેની તમામ વહીવટી તૈયારીઓ આખરી તબક્કામાં છે.

ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની મતદારયાદીની આંકડાકીય વિગતો અપાતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતુ કે, તા.૬ એપ્રિલ ૨૦૨૬ની સ્થિતિએ કુલ ૨,૪૫,૬૨૩ મતદારો નોંધાયેલા છે. જેમાં ૧,૨૬,૫૪૫ પુરૂષ મતદારો, ૧,૧૯,૦૭૨ મહિલા મતદારો અને ૦૬ ત્રીજી જાતિના મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે ચલાવવા માટે કુલ ૩૦૬ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ખાસ તો ૦૨ સખી મતદાન મથકો, ૦૨ દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત મથકો, ૦૫ આદર્શ મતદાન મથકો અને ૦૨ યુવા સંચાલિત મથકોનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયામાં કુલ ૧,૩૪૮ મતદાન સ્ટાફ, ૨૨ માઇક્રો ઓબ્ઝર્વર અને ૧૯ જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સહિત અંદાજે ૧,૫૦૦ જેટલો મોટો કર્મચારીગણ કાર્યરત છે. જેમને ત્રણ તબક્કામાં સઘન તાલીમ પણ આપવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઉમેદવારી પ્રક્રિયા અને આચારસંહિતાના અમલ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, કુલ ૧૪ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી સ્ક્રુટીની બાદ ૦૩ ઉમેદવારી ફોર્મ રદ થયા હતા અને કોઈ ફોર્મ પરત ન ખેંચાતા હવે મેદાનમાં કુલ ૦૬ હરીફ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. આદર્શ આચાર સંહિતા (MCC) ના ચુસ્ત પાલન માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેસૂલ)ની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરાઈ છે. અત્યાર સુધીમાં જાહેર અને ખાનગી મિલકતો પરથી કુલ ૩૮૬ સામગ્રી (વોલ રાઈટિંગ, બેનર, પોસ્ટર વગેરે) દૂર કરવામાં આવ્યા છે, તેમજ ઉમેદવારોના ખર્ચ પર નજર રાખવા માટે FST, SST, VVT, VST વગેરે જેવી ૨૪ જેટલી વિવિધ ટીમો ૨૪ કલાક કાર્યરત છે અને અત્યાર સુધીમાં ૨૪ જેટલી પ્રચાર-પ્રસારની પરવાનગીઓ સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ આપવામાં આવી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.

તેમણે મતદાન મથકો પર મતદારોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવામાં આવ્યા છે અને ત્યાં પીવાનું પાણી, વીજળી, શૌચાલય તેમજ રેમ્પની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે, દિવ્યાંગ અને સીનીયર સીટીઝન માટે અલગ લાઈન ઉપરાંત ૨૧૮ વ્હીલચેર, ૩૬૧ વોલેન્ટીયર્સ અને ૮૫ વર્ષથી વધુ વયના તેમજ PWD મતદારો માટે ૦૬ મફત વાહન સુવિધાની વ્યવસ્થા છે તેમ જણાવી મતદારોના માર્ગદર્શન માટે દરેક બુથ પર ‘વોટર આસિસ્ટન્સ બૂથ’ (VAB) હશે અને ખાસ કરીને મતદારોના સુલભ વ્યવસ્થા માટે મોબાઈલ ડિપોઝિટ કેન્દ્ર પણ ઉભા કરવામાં આવશે તથા ગરમીના પ્રકોપ/હીટવેવથી બચવા માટે દરેક સ્થળે ORS અને મેડીકલ કીટની સાથે ૧૦૮ એમ્બ્યુલન્સની વ્યવસ્થા તૈનાત રહેશે તેમ ઉમેર્યું હતું.

ચૂંટણી પ્રક્રિયામાં ટેકનોલોજીના ઉપયોગ અને સુરક્ષા અંગે જણાવતા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યુ હતું કે, તમામ ૩૦૬ મતદાન મથકો પર વેબ કાસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે. ઈવીએમ અને વીવીપેટ મશીનોનું પરિવહન કરતા ૭૩ વાહનો અને ૩૬ જીએસઆરટીસી બસોને જીપીએસ (GPS) દ્વારા ટ્રેક કરવામાં આવશે. ઉમરેઠ વિધાનસભા માટે ૩૦૬ મુખ્ય અને વધારાના અનામત મશીનો ફાળવવામાં આવ્યા છે, જેનું કમીશનીંગ પૂર્ણ કરી દેવાયું છે. મતદાન બાદ તમામ સામગ્રી ૨૩ એપ્રિલે જ સીલ કરી પોલીસ બંદોબસ્ત સાથે રીસીવીંગ સેન્ટરથી સ્ટ્રોંગરૂમ સુધી પહોંચાડવામાં આવશે. મતગણતરી તા.૦૪/૦૫/૨૦૨૬ના રોજ વલ્લભ વિદ્યાનગરની બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ ખાતે હાથ ધરાશે, જ્યાં અત્યારથી જ થ્રી-ટાયર સુરક્ષા અને સીસીટીવી મોનીટરીંગ ગોઠવવામાં આવ્યું છે તેમ શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.

મતદાર જાગૃતિ અને ઓળખના પુરાવા અંગેની સ્પષ્ટતા કરતા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જણાવાયું હતું કે, ‘સ્વીપ’ (SVEEP) કાર્યક્રમ હેઠળ બાઈક રેલી, મહેંદી સ્પર્ધા, સહી ઝુંબેશ અને યુથ અવેરનેસ ડ્રાઈવ દ્વારા મતદારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. મતદાન કરવા માટે મતદારે પોતાનું ચૂંટણી કાર્ડ (EPIC) સાથે રાખવાનું રહેશે, પરંતુ જો તે ન હોય તો આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ કે પાસપોર્ટ સહિતના ૧૨ વૈકલ્પિક ઓળખના પુરાવાઓ પૈકી કોઈ પણ એક બતાવીને મતદાન કરી શકાશે. નોંધનીય છે કે મતદાર માહિતી કાપલી માત્ર માહિતી માટે છે, તે ઓળખનો પુરાવો નથી. ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા જનરલ ઓબ્ઝર્વર શ્રી માતા દિન મીણા, ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવત અને પોલીસ ઓબ્ઝર્વર શ્રી વિનોદ કુમાર સમગ્ર પ્રક્રિયા પર સતત દેખરેખ રાખી રહ્યા છે તેમ જણાવી ચૂંટણી પ્રક્રિયા યોગ્ય અને સુચારૂ રીતે સંપૂર્ણ થાય તે માટે તંત્ર સુસજ્જ છે તેમ શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું.

આ પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેકટર શ્રી ઋતુરાજ દેસાઈ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિતાબેન લાછુન સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬