૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : ૨૦૨૬
Publish Date : 16/04/2026
લોકશાહીના પર્વમાં સહભાગી બનતાં સરકારી ફરજ પરના કર્મયોગીઓ
ચૂંટણી પ્રક્રિયા હેઠળ રોકાયેલ અધિકારી/ કર્મચારીઓએ ઓડ ખાતે પોસ્ટલ બેલેટ થકી કર્યું મતદાન
આણંદ, બુધવાર : ૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારી/ કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીના દિવસે ફરજ પર હોય તેવા અધિકારી-કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ચૂંટણી ફરજ પરના કુલ ૨૧૨ જેટલા અધિકારી – કર્મચારીઓ માટે તા.૧૫,૧૬ અને ૧૭ એપ્રિલ,૨૦૨૬ ના ત્રણ દિવસ દરમિયાન ઓડ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના પ્રથમ દિવસે ૪૧ જેટલા અધિકારી – કર્મચારીશ્રીઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કરી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતુ. આ અધિકારી – કર્મચારીઓ પૈકી ૧૧ મહિલા અને ૩૦ પુરુષ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી.
નોંધનિય છે કે, ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ તથા કર્મચારીઓ આગામી તા.૧૭ એપ્રિલ શુક્રવાર સુધી પોસ્ટલ બેલેટ થકી નિર્ધારિત સ્થળે મતદાન કરી શકશે, તેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : ૨૦૨૬