હિટવેવ સામે રક્ષણ મેળવવા અંગે આણંદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી
Publish Date : 17/04/2025
આણંદ,ગુરૂવાર: આણંદ જિલ્લામાં હિટવેવની અસર વર્તાઈ રહી હોવાથી તેનાથી બચવા માટે સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી છે. માટે લોકોએ હીટવેવથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે માટે નીચે મુજબના પગલાં લેવા જિલ્લા વહીવટી તંત્ર, આણંદ તરફથી અનૂરોઘ કરવામાં આવ્યો છે.
હિટવેવથી બચવા શું કરવું.
સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો સાંભળો, ટીવી જુઓ તથા અખબાર વાંચો.પુરતું પાણી પીવું તથા ORS, ઘરે બનાવેલા પીણાં જેવા કે લસ્સી, પાકી કેરીનો રસ(કાચી કેરી), લીંબુ પાણી,છાશ વગેરેનો ઉપયોગ કરવો, જે શરીરને ફરીથી હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે.હળવા, હળવા રંગના, ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરવા.બને તેટલું ઘરની અંદર રહેવું તથા તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શુઝ અથવા ચપ્પલનો ઉપયોગ કરવો. તમારા માથાને ઢાંકવા માટે કાપડ, ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો.
તમારા ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરો અને રાત્રી બારીઓ ખોલવી.
હિટ સ્ટ્રોક, હીટ રેશ અથવા હીટ ક્રેમ્પ જેવા કે નબળાઈ, ચક્કર આવવાના સંકેતોને ઓળખો
તમે બેભાન અથવા બીમાર અનુભવો છો, તો તરત જ ડોક્ટરને મળો.પ્રાણીઓને છાંયડામાં રાખો અને તેમને પીવા માટે પુષ્કળ પાણી આપો.સગર્ભા, કામદારો અને તબીબી સ્થિતિ ધરાવતા કામદારો પર વધારે ધ્યાન આપવું.
હિટવેવથી બચવા શું ન કરવું
તડકામાં બહાર જવાનું ટાળો ખાસ કરીને બપોરે 12:00 થી 3:00 વાગ્યાની વચ્ચે.ઘાટા, ભારે અથવા ચુસ્ત કપડાં પહેરવાનું ટાળો.જ્યારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે સખત પ્રવૃતિઓ ટાળો.બપોરે 12:00 થી 3:00 વાગ્યાની વચ્ચે બહાર કામ કરવાનું ટાળો.ખુલ્લા પગે બહાર ન જાવ.પીક અવર્સ દરમિયાન રસોઈ કરવાનું ટાળો. રસોઈ વિસ્તારને પૂરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખોલો.બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં-કારણકે તેઓ હિટવેવથી પ્રભાવિત થઈ શકે છે.આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફટ ડ્રિકસ ટાળો, જે શરીરને ડીહાઈડ્રેટ કરે છે.ઉચ્ચ પ્રોટીન ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ.હાલ ઉનાળાની ઋતુમાં હિટવેવથી બચવા લોકોએ આ જાગૃતિના પગલાં લઈ પોતાનું જીવન સુરક્ષિત બનાવવા વહીવટી તંત્ર તરફથી વિનંતી કરવામાં આવી છે.