હિટવેવને ધ્યાને લઈ જનરલ હોસ્પિટલ – આણંદ ખાતે ઇમર્જન્સી વોર્ડ તૈયાર
Publish Date : 22/04/2026
આણંદ, સોમવાર , હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીનો પારો વધારે જવાની શક્યતા છે, ત્યારે આવા સમયે નાગરિકોને વધુ પડતી ગરમીના કારણે ચક્કર આવવા, માથું દુખવું, બેભાન થઈ જવું, ઝાડા- ઉલટી થવા જેવી અનેક તકલીફો ઊભી થાય છે.
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન મુજબ જનરલ હોસ્પિટલ- આણંદ ખાતે ૨૪×૭ મેડીકલ ઓફિસર સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે.
જનરલ હોસ્પિટલ આણંદના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન શ્રી ડોક્ટર અમર પંડ્યા ના જણાવ્યા મુજબ હાલમાં દરરોજ દર્દીઓ હિટવેવ ની અસરને કારણે તકલીફ થઈ હોય તેવા દાખલ કરવામાં આવે છે અને તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.
જનરલ હોસ્પિટલ -આણંદ ખાતે પાંચ બેડ ધરાવતો ઇમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં હિટ વેવ ની અસરથી જે કોઈ નાગરિકોને તકલીફ થાય અને હોસ્પિટલ ખાતે આવે તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.
જનરલ હોસ્પિટલ -આણંદ ખાતે હીટ વેવ ની અસરને કારણે સારવાર માટે આવેલ દર્દીને ડી હાઇડ્રેશન થવાની સામાન્ય તકલીફ જણાઈ છે.
વધુ પડતી ગરમી હોવાના કારણે નાગરિકોએ બપોરના સમયે ઘરની બહાર નીકળવું ના જોઈએ અને દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવું જોઈએ તેમ ડોક્ટર અમર પંડ્યા એ જણાવ્યું છે.

હિટવેવને ધ્યાને લઈ જનરલ હોસ્પિટલ – આણંદ ખાતે ઇમર્જન્સી વોર્ડ તૈયાર

હિટવેવને ધ્યાને લઈ જનરલ હોસ્પિટલ – આણંદ ખાતે ઇમર્જન્સી વોર્ડ તૈયાર