હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત દેશના વીર જવાનોને પોસ્ટકાર્ડ દ્વારા શુભેચ્છા પાઠવતા શાળાના વિદ્યાર્થીઓ
Publish Date : 08/08/2025
જિલ્લાભરની શાળાઓ ખાતે તિરંગા થીમ ઉપર રંગોલી સ્પર્ધા, ક્વીઝ કોમ્પિટિશન, ચિત્ર સ્પર્ધા, દેશભક્તિ રેલી યોજાઈ
આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા” સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ”ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં દીવાલ ઉપર પેઇન્ટિંગ, જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ અને હાઇસ્કુલો ખાતે રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા પોસ્ટર મેકિંગ ક્વિઝ સ્પર્ધા, વિદ્યાર્થીઓ દ્વારા દેશના જવાનોને પોસ્ટકાર્ડ લખવા અને સખી મંડળો દ્વારા રાખી સ્પર્ધા, ગ્રામ્ય વિસ્તારોમાં રેલીઓ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાસનાધિકારી દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ કાર્યક્રમમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત શાળાના શિક્ષકોએ તિરંગા સાથે સેલ્ફી લઈને અપલોડ કરવા અને વિદ્યાર્થીઓ ને તિરંગા ક્વિઝમાં ભાગ લેવા માટે જણાવ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની શાળાઓ ખાતે તિરંગા થીમ ઉપર રંગોલી સ્પર્ધા, ક્વીઝ કોમ્પિટિશન, ચિત્ર સ્પર્ધા, દેશ પ્રત્યેની સમર્પણ ની ભાવના ને ઉદ્દેશીને દેશના જવાનોને પત્ર લખવો ,હર ઘર તિરંગા અંતર્ગત શાળામાં સ્વચ્છતા અભિયાન અને ગામ ખાતે દેશભક્તિ રેલીનું આયોજન તથા શાળાના વિદ્યાર્થીઓને તિરંગા સાથે સેલ્ફી લેવા જેવા કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે.
જે અંતર્ગત આણંદ શહેર સહિત જિલ્લાભરની પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા દેશના વીર જવાનોની બહાદુરી અને દેશભક્તિને બિરદાવતા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા તથા શાળાઓ ખાતે રંગોળી સ્પર્ધા, ક્વિઝ કોમ્પીટીશન, ચિત્ર સ્પર્ધા ઉપરાંત દેશભક્તિ રેલી યોજવામાં આવી હતી.