હર ઘર તિરંગા” અભિયાન :: આણંદ જિલ્લો
Publish Date : 12/08/2025
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ૧૫ વિસ્તારોમાં હર ઘર તિરંગા સેલ્ફી પોઇન્ટ મુકાયા
યુવાઓ હર ઘર તિરંગા સેલ્ફી પોઇન્ટ ઉપર સેલ્ફી લેવા ઊંમટી પડ્યા
આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા” સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ”ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સ્વાતંત્ર પર્વની આ ઉજવણી આણંદ જિલ્લામાં જીલ્લો આખો તિરંગા મય બને, કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તાર અને જિલ્લાના ગામે ગામ વિવિધ કાર્યક્રમો યોજાય, સ્વચ્છતા અભિયાન અંતર્ગત ધાર્મિક સ્થળોની સફાઈ થાય અને સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં સૌ મગ્ન બને તેવી અપીલ કરી છે.
આ કાર્યક્રમ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ આણંદ મનપાની કચેરી ખાતે, કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, ટાઉનહોલ ખાતે ૦૨ સેલ્ફી પોઇન્ટ, વિદ્યાનગર કચેરી, કરમસદ કચેરી, શહીદ ચોક, બાકરોલ, ગામડી, જીટોડીયા, લાંભવેલ, મોગરી, ઓમકારેશ્વર બાગ, નહેરુ બાગ, સાંગોળપુરા ખાતેનો પ્રમુખ સ્વામી બાગ ખાતે મળીને કુલ ૧૫ હર ઘર તિરંગા સેલ્ફી પોઇન્ટ મૂકવામાં આવ્યા છે.
હર ઘર તિરંગા સેલ્ફી પોઇન્ટ ખાતે ફોટો પડાવીને અપલોડ કરવા નાના ભૂલકાઓ, યુવાઓ અને નાગરિકોએ સેલ્ફી પડાવી રહ્યાં છે અને સ્વાતંત્ર પર્વના આ કાર્યક્રમમાં સહભાગી બની રહ્યા છે.
સૌ નગરજનોને હર ઘર તિરંગા સેલ્ફી બુથ ખાતે આવીને ફોટો પાડી અપલોડ કરવા અને આ કાર્યક્રમમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.

હર ઘર તિરંગા” અભિયાન :: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા” અભિયાન :: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા” અભિયાન :: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા” અભિયાન :: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા” અભિયાન :: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા” અભિયાન :: આણંદ જિલ્લો
