હડકવા મુક્ત સમાજ માટે આણંદ જિલ્લામાં GVK EMRI ના ફરતા પશુ દવાખાના દ્વારા જનજાગૃતિ અભિયાન
Publish Date : 01/10/2026
આણંદ, મંગળવાર , વિશ્વ હડકવા દિવસ નિમિત્તે GVK EMRI સંચાલિત ફરતા પશુ દવાખાનાની વેટરનરી ડોક્ટર્સની ટીમ દ્વારા આણંદ જિલ્લાના વિવિધ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં હડકવા (રેબીઝ) રોગ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશેષ ઝુંબેશ અંતર્ગત ટીમ દ્વારા સ્થાનિક શાળાઓમાં જઈને ધોરણ ૧ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓ, પશુપાલકો અને ગ્રામજનોને આ જીવલેણ રોગ વિશે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી. જેમાં વેટરનરી ડોક્ટર્સ દ્વારા હડકવા રોગના લક્ષણો તેના સંક્રમણના કારણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી. તબીબોએ કૂતરા અને બિલાડી જેવા પાલતુ પ્રાણીઓનું સમયસર અને નિયમિત રસીકરણ કરાવવા પર ખાસ ભાર મૂક્યો હતો અને સમાજને હડકવા મુક્ત બનાવવા માટે રસીકરણના મહત્વ વિશે જાણકારી આપી હતી.
જો કોઈ વ્યક્તિને શંકાસ્પદ હડકાયેલું પ્રાણી કરડે તો તાત્કાલિક કયા પગલાં લેવા જોઈએ તે અંગે પણ ટીમે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રાણી કરડવાના કિસ્સામાં ઘાને તરત જ સાબુ અને વહેતા પાણીથી સારી રીતે ધોવો જોઈએ. આ સાથે જ કૂતરું કે અન્ય પ્રાણી કરડ્યાના ૨૪ કલાકની અંદર નજીકની સરકારી આરોગ્ય સંસ્થામાં જઈ તાત્કાલિક રસી અને યોગ્ય સારવાર લેવી અત્યંત જરૂરી છે.
ફરતા પશુ દવાખાનાની ટીમે હડકવા એક જીવલેણ રોગ હોવા છતાં યોગ્ય માહિતી અને સમયસરના પગલાં દ્વારા તેનાથી ચોક્કસપણે બચી શકાય છે તેવો સંદેશ આપ્યો હતો. આ વેળાએ મોટી સંખ્યામાં પશુપાલકો અને ગ્રામજનો જોડાયા હતા અને તેમણે આ સંદેશ પોતાના પરિવાર તેમજ સમગ્ર સમાજ સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો.