“સ્વચ્છતા હી સેવા-૨૦૨૬” પખવાડિયા અંતર્ગત જિલ્લામાં વિવિધ સફાઈ અને લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા
Publish Date : 24/09/2026
આણંદ, બુધવાર , ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના પેયજળ અને સ્વચ્છતા વિભાગ તથા શહેરી વિકાસ મંત્રાલય, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬થી ૨જી ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન “સ્વચ્છતા હી સેવા ૨૦૨૬” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની થીમ “સ્વચ્છતામે સહભાગ, સ્વચ્છ ભારત, વિકસિત ભારત” રાખવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા પ્રત્યે જનભાગીદારી અને સામૂહિક જવાબદારીને પ્રોત્સાહન આપવાનો છે. આ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં તા. ૧૭-૦૯-૨૦૨૬ થી તા. ૨૨-૦૯-૨૦૨૬ દરમિયાન વિવિધ રચનાત્મક અને સેવાકીય કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા.
જે અન્વયે પ્રથમ દિવસે અભિયાનનો પ્રારંભ કરાયો હતો અને સ્વચ્છતા પ્રતિજ્ઞા તથા સ્વચ્છતા જન આંદોલન કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયત કક્ષાએ “આશીર્વાદના દીવડો” કાર્યક્રમ અને તે પૂર્વે ગ્રામ્ય કક્ષાના જુદા-જુદા ધાર્મિક સ્થળો અને જાહેર રસ્તાઓની સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા માટે કાળજી, વપરાયેલા પાણીનો પુનઃઉપયોગ, પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન, કચરો ન ફેંકવા, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું તેમજ “દરેક ઘર સ્વચ્છ, દરેક ગલી સ્વચ્છ” અંગેનો જાહેર સંદેશો પાઠવવામાં આવ્યો હતો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં CTU અને GVP સ્થળોની સાફ-સફાઈ તથા સુશોભનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જે જગ્યાઓ પર નિયમિતપણે કચરો ઠાલવવામાં આવે છે તેવી જગ્યાઓની ઓળખ કરી, જનભાગીદારી અને શ્રમદાન દ્વારા સફાઈની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ અભિયાન અન્વયે જિલ્લાની વિવિધ શાળાઓમાં આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ તેમજ સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ વિશેષ સત્રોમાં શાળાના બાળકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવાની સાથે ભીનો અને સૂકો કચરો અલગ તારવવાની સમજ આપવામાં આવી હતી. ઉપરાંત સ્વચ્છતા રેલી, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને હાથ ધોવાની સાચી રીતો શીખવવી જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા “સેવા મારું યોગદાન” થીમ સાથે સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા હતા. “સ્વચ્છ કાર્યસ્થળ, સ્વચ્છ પરિસર” અભિયાન અંતર્ગત આણંદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયતની તમામ શાખા અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા જિલ્લા પંચાયત કચેરીના આંતરિક પરિસર અને પ્રાંગણમાં સામૂહિક સફાઈ કરવામાં આવી હતી.
સ્વચ્છતા હિ સેવા-૨૦૨૬ અભિયાન અંતર્ગત જિલ્લાના ગામોના જાહેર રસ્તાઓ, મુખ્ય પ્રવેશદ્વાર, ગ્રામપંચાયતની આજુબાજુ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળો, બજાર વિસ્તાર, ગ્રામહાટ, સામુહિક સ્વચ્છતા સંકુલો, રમત-ગમત સંકુલ, ધોરીમાર્ગો તેમજ જળાશયો, તળાવો, નદીઓ, ઘાટ, ગટર અને નાળાઓની આસપાસના વિસ્તારોમાં વ્યાપક સફાઈ થઈ હતી. તેમજ આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, અધિકારી-પદાધિકારીઓ, ગ્રામજનો અને સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સામૂહિક શ્રમદાન કર્યું હતું. “સ્વચ્છતા હી સેવા” નો સંદેશ જન-જન સુધી પહોંચાડીને ગ્રામજનોને આ યજ્ઞમાં ઉમંગભેર જોડાવવા માટે સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા હતા.

“સ્વચ્છતા હી સેવા-૨૦૨૬” પખવાડિયા અંતર્ગત જિલ્લામાં વિવિધ સફાઈ અને લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા

“સ્વચ્છતા હી સેવા-૨૦૨૬” પખવાડિયા અંતર્ગત જિલ્લામાં વિવિધ સફાઈ અને લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા

“સ્વચ્છતા હી સેવા-૨૦૨૬” પખવાડિયા અંતર્ગત જિલ્લામાં વિવિધ સફાઈ અને લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા

“સ્વચ્છતા હી સેવા-૨૦૨૬” પખવાડિયા અંતર્ગત જિલ્લામાં વિવિધ સફાઈ અને લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા