સ્પા/મસાજ પાર્લરોના સંચાલકોએ કર્મચારીઓની સંખ્યા સહિત ફોટોગ્રાફ સાથેની સપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે
Publish Date : 01/12/2025
આણંદ,ગુરુવાર: વર્તમાન સંજોગોમાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ તેમ જ વીવીઆઈપીશ્રીઓ મુલાકાતે આવતા જતા હોય ,તેમજ આણંદ જિલ્લાની હોટલોમાં રોકાયેલ યુવક, યુવતીઓ અનુસંધાને અનિચ્છનીય બનાવોના કારણે સમાજમાં ખૂબ જ ખરાબ અસર પડતી હોય છે.આ ઉપરાંત શહેરના રહેણાંક વિસ્તારમાં તથા ઔદ્યોગિક વિસ્તારમાં મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા અન્ય ગેરકાયદે કૃત્યો પર નિયંત્રણ મૂકવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જે અન્વયે જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સ્પા / મસાજ પાર્લરોની આડમાં ગુનાહીત કૃત્યો ન બને તે માટે સંચાલકોએ તેમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિત ફોટોગ્રાફ સાથેની સપૂર્ણ વિગતો સંબંધિત વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.
આ હુકમ તા.૨૬/૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે તથા તેનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા અન્વયે શિક્ષાને પાત્ર થશે.