સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬
Publish Date : 20/04/2026
આણંદ ખાતે દીવડા પ્રગટાવી ‘આણંદ કરશે મતદાન‘નો અપાયો સંદેશ
આણંદ, શનિવાર , સ્થાનિક સ્વરાજ્યની વર્ષ ૨૦૨૬ની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકશાહીના આ પર્વમાં નાગરિકોની સહભાગીદારી વધારવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી શ્રી દ્વારા ‘મતદાર જાગૃતિ અભિયાન’ (SVEEP) હેઠળ વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
આ અભિયાનના ભાગરૂપે સ્વીપ કાર્યક્રમના નોડલ ઓફિસર શ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદી દ્વારા કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આણંદના પ્રાંત અધિકારીશ્રી ડો. મયુર પરમારની વિશેષ ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાના પ્રાંગણમાં દીવડા પ્રગટાવીને અનોખી રીતે મતદાન જાગૃતિનો પ્રસાર કરવામાં આવ્યો હતો. આ તકે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ દીવડાઓના માધ્યમથી “આણંદ કરશે મતદાન”નો સંદેશ આપી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે નાગરિકોને પ્રેરિત કર્યા હતા.
આ તકે નાગરિકોને લોકશાહીના મજબૂત પાયા માટે દરેક મત કિંમતી છે અને કોઈ પણ લાલચ કે ડર વગર નૈતિક મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે તેવી સમજણ આપવામા આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારે મતદાર જનજાગૃતિના કાર્યક્રમો દ્વારા મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬