Close

“સેવા સંકલ્પ અભિયાન” : આણંદ જિલ્લો

Publish Date : 16/09/2026

સેવા સંકલ્પ અભિયાન હેઠળ પાવાગઢથી શરૂ થયેલ બાઇક યાત્રાનું બીજા દિવસે આણંદ જિલ્લામાં ભવ્ય સ્વાગત

ડાકોર થી બીજા દિવસે શરૂ થયેલી આ યાત્રાનો ઉમરેઠ ખાતેથી આણંદ જિલ્લામાં પ્રવેશ થતાં બાઈક યાત્રીકોના પુષ્પવર્ષા સાથે કરાયા વધામણાં

ડાકોરથી મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ડો.મનીષાબેન વકીલ અને કૃષિ રાજ્ય મંત્રીશ્રી રમેશભાઈ કટારા બાઈકર્સની સાથે યાત્રામાં જોડાયા

ઉમરેઠથી આણંદ સુધીમાં ઠેરઠેર યાત્રાનું કરાયુ સ્વાગત

આણંદ જિલ્લામાં યાત્રામાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમાર અને અગ્રણીશ્રી સંજ્યભાઈ પટેલ સહિતના મહાનુભાવો બન્યા સહભાગી

આણંદ, સોમવાર , “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત શક્તિપીઠ પાવાગઢથી શરૂ થયેલ બાઇક રેલીનું બીજા દિવસે ડાકોરથી પ્રસ્થાન થયું હતુ. આ યાત્રા સાથે મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ડો.મનીષાબેન વકીલ  અને કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા અને રાજયસભા સાંસદશ્રી મુકેશભાઈ રાઠવા જોડાયા હતા. ડાકોરથી શરૂ થયેલી બીજા દિવસની આ યાત્રાનો આણંદના ઉમરેઠ ખાતેથી જિલ્લામાં પ્રવેશ થયો હતો. 

આણંદ જિલ્લામાં પ્રવેશેલી આ બાઈક યાત્રા વરસતા વરસાદમાં ઉમરેઠ પહોંચી હતી. જ્યાં ઉપસ્થિત ઉમરેઠના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમાર, અગ્રણી શ્રી સંજ્યભાઈ પટેલ સહિતના આગેવાનો અને શહેરીજનોએ પુષ્પવર્ષા અને ઢોલ નગારા સાથે આ યાત્રાનું સ્વાગત કરી યાત્રામાં આવેલ સેવા સંકલ્પ કળશમાં રહેલા મહીસાગર નદીના નીરના વધામણાં કર્યા હતા.

આ યાત્રા ઉમરેઠથી નિકળી સામરખા, આણંદ, વિદ્યાનગર, કરમસદ અને બાંધણી ચોકડી થઈને ગંતવ્ય સ્થાને જવા આગળ વધી હતી. આ યાત્રા સાથે અગ્રણી શ્રી સંજ્યભાઈ પટેલ સહિતના મહાનુભાવો બાઈક ઉપર સાથે જોડાયા હતા. યાત્રાનું વિવિધ સ્થળોએ ઉપસ્થિત આગેવાનો અને લોકોએ યાત્રાનું પુષ્પવર્ષ કરીને સ્વાગત કર્યું હતુ. આણંદ શહેરમાં પ્રવેશેલી આ યાત્રાને મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, આગેવાનો અને શહેરીજનોએ પુષ્પવર્ષા કરીને આવકારી હતી.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની સમર્પિત જનસેવા યાત્રાની ઉજવણીના ભાગરૂપે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત રાજ્યમાં એક સાથે ચાર જગ્યાઓથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

"સેવા સંકલ્પ અભિયાન" : આણંદ જિલ્લો

“સેવા સંકલ્પ અભિયાન” : આણંદ જિલ્લો

"સેવા સંકલ્પ અભિયાન" : આણંદ જિલ્લો

“સેવા સંકલ્પ અભિયાન” : આણંદ જિલ્લો

"સેવા સંકલ્પ અભિયાન" : આણંદ જિલ્લો

“સેવા સંકલ્પ અભિયાન” : આણંદ જિલ્લો