સેવા સંકલ્પ અભિયાન  અંતર્ગત આણંદ ખાતે જિલ્લા કક્ષાની ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા  તથા પ્રદર્શન અને કોલાજ વર્ક સ્પર્ધા યોજાઈ

Publish Date : 05/10/2026
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આણંદ ખાતે જિલ્લા કક્ષાની ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા તથા પ્રદર્શન અને કોલાજ વર્ક સ્પર્ધા યોજાઈ

૨૫ કરોડ બાળકોના સ્વપ્નનું ભારત’ની સંકલ્પના સાથે બાળકોએ કૃતિઓ અને વક્તવ્ય દ્વારા સશક્ત ભારતના સ્વપ્નને રજૂ કર્યું

કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકી અને રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિ

આણંદ, શનિવાર , આણંદ ખાતે ‘સેવાથી સમૃદ્ધિ, સંકલ્પથી સશક્તિ’ ના બુલંદ નારા સાથે ‘સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬’ અભિયાન હેઠળ ‘૨૫ કરોડ બાળકોના સ્વપ્નનું ભારત’ ની સંકલ્પના સાથે બાળકોના સ્વપ્ન અને સુંદર ભવિષ્યના નિર્માણના ઉદ્દેશ્યથી આણંદ ખાતે સરદાર પટેલ બેંકવેટ હોલ ખાતે જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, કોલાજ વર્ક સ્પર્ધા અને પ્રદર્શન યોજાયું હતું.

આ પ્રસંગે અન્ન અને પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના  નેતૃત્વમાં ૨૦૪૭નું ભારત કેવું હશે, તેની સુંદર સપનાની પરિકલ્પના બાળકોએ પોતાના ચિત્રો, રંગોળી અને વક્તૃત્વ સ્પર્ધા અને પ્રદર્શન દ્વારા રજૂ કરી છે. બાળકોમાં રહેલી શક્તિઓ ખીલે અને તેઓ દેશના ભવિષ્યના નિર્માણમાં સહભાગી બને તેવો આ સ્પર્ધાનો મુખ્ય હેતુ છે તેમ જણાવી મંત્રીશ્રીએ આ સુંદર અને સુઆયોજિત મોનિટરિંગ બદલ જિલ્લા વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગ શિક્ષકો તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર દીકરા-દીકરીઓને અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકા કક્ષાએથી પસંદગી પામેલ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના કુલ 24 ચિત્રોનું નિર્ણાયકો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળા, ક્લસ્ટર અને તાલુકા સ્પર્ધામાં આવેલા ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વક્તૃત્વ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ વિજેતા થયેલ કુલ 24 વિદ્યાર્થીઓએ અસરકારક રજૂઆત કરી હતી. આ સમયે 300 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના સ્વપ્નોને કાગળ પર ખૂબ સુંદર રીતે રજૂ કર્યા હતા.

આ તકે ‘૨૫ કરોડ બાળકોના સ્વપ્નનું ભારત’ વિષય અંતર્ગત યોજાયેલ જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધા તેમજ વક્તૃત્વ સ્પર્ધા ઉપરાંત બાળકોની સર્જનાત્મક ક્ષમતા અને કલાસુઝને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે જિલ્લા કક્ષાની અનાજ, કઠોળ અને કોલાજ વર્ક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ સ્પર્ધાઓમાં બાળકોએ ઉત્કૃષ્ઠ ભવિષ્ય અને સશક્ત ભારતના નિર્માણના સ્વપ્નને પોતાની કૃતિઓ અને વક્તવ્ય દ્વારા ઉત્સાહપૂર્વક રજૂ કર્યા હતા.

આ પ્રસંગે નાણા રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ, આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રી આર.એન.ડોડીયા, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ સહિત જિલ્લાના અધિકારી પદાધિકારીશ્રીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ શ્રી કામિનીબેન ત્રિવેદી, શ્રી અર્ચનાબેન પ્રજાપતિ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.