સુણાવ ખાતે સેવા અને સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો: શ્રમદાન દ્વારા ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’નો સંદેશ ઘેર-ઘેર પહોંચાડાયો
Publish Date : 25/09/2026
આણંદ, ગુરૂવાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા, સુશાસન, સમર્પણ અને જનકલ્યાણના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે પેટલાદ તાલુકાના સુણાવ ખાતે નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘સેવા અને સ્વચ્છતા’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન માત્ર એક દિવસ પૂરતું ન રહેતા આપણે જ્યાં રહીએ છીએ તે સ્થળ, આપણા ઘર, દુકાન, ઓફિસની આસપાસ સ્વચ્છતા રાખીએ અને નગરજનોમાં સ્વચ્છતા નો સંદેશો ફેલાવીએ તેવી અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના મંત્રને સાર્થક કરતા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક શ્રી જે
વી. દેસાઈ, તાલુકા વહીવટી તંત્ર પેટલાદના અધિકારીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સભ્યો તેમજ પદાધિકારીઓ અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક જાહેરમાં સ્વચ્છતા કરીને શ્રમદાન કર્યું હતું.
મંત્રી શ્રી સહિત અધિકારીઓએ મળીને સુણાવ ગામમાં સ્વચ્છતા અભિયાન ચલાવીને સ્વચ્છતાનો સંદેશ ઘેર-ઘેર ગૂંજતો કર્યો હતો. સૌના સહિયારા પ્રયાસોથી યોજાયેલા આ સ્વચ્છતા કાર્યક્રમે લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિની નવી પ્રેરણા પૂરી પાડી છે.