સુણાવ ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે અત્યાધુનિક AI રોબોટિકસ કોડિંગ લેબનું ઉદ્ઘાટન કરાયું
Publish Date : 12/06/2026
પેટલાદની એ.જે.જી. પટેલ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિકસના પાઠ ભણશે
નવી પેઢીને ટેકનોલોજી અને ઇનોવેશનથી સજ્જ કરવા સુણાવ કેળવણી મંડળનો પ્રશંસનીય અભિગમ-મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
આણંદ, ગુરૂવાર, આજે પેટલાદ તાલુકાના સુણાવ ગામે નાણા રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે
શૈક્ષણિક ક્રાંતિના નવા અધ્યાયનો પ્રારંભ કરતા સુણાવ કેળવણી મંડળ સંચાલિત એ.જે.જી. પટેલ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ ખાતે નવનિર્મિત AI રોબોટિકસ કોડિંગ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મંત્રીશ્રી એ શાળાના આ નવતર પ્રયોગને બિરદાવતા જણાવ્યું હતું કે આધુનિક શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો સમન્વય સમયની માંગ છે અને આ લેબ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં પાયાનો પથ્થર સાબિત થશે.
મંત્રી શ્રી એ વધુમાં ઉમેર્યું હતું કે આ નવસ્થાપિત લેબ માત્ર એક સુવિધા નથી પરંતુ વિદ્યાર્થીઓમાં ટેક્નોલોજી, ઇનોવેશન, કોડિંગ અને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) પ્રત્યે રુચિ જાગૃત કરવાનું એક સબળ માધ્યમ બનશે. લેબના માધ્યમથી વિદ્યાર્થીઓ ભવિષ્યના પડકારો અને નવી તકો માટે સજ્જ થઈ શકશે. મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે નવી પેઢીને વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ટકી રહેવા માટે કૌશલ્યબદ્ધ કરવાના મંડળના પ્રયાસોને બિરદાવી સમગ્ર શાળા પરિવાર અને સંચાલક મંડળને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમના સફળ આયોજનમાં સુણાવ કેળવણી મંડળના ઉપપ્રમુખ ભાવિકભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી અશોકભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ કિરીટભાઈ પટેલ અને એ-આઈ કોર્ડિંનેટર ડૉ. કુલદીપ પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી.
પ્રારંભમાં શાળાના પ્રિન્સીપાલ નિમિષાબેન પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ પરમાર, અગ્રણી શ્રી અલ્પેશભાઈ પટેલ, કેયુરભાઈ બારોટ, મહેશભાઈ સોલંકી અને કિશોરભાઈ રાજપુરોહિત, સંસ્થાના વિવિધ હોદ્દેદારો, સભ્યો, ગામના પ્રતિષ્ઠિત આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.