Close

સુંદલપુરા-લાલપુરા માર્ગ પર જતા ભારે તથા મધ્યમ વાહનોને તા.૧૫ મી ફેબ્રુઆરી સુધી અવરજવર કરવા ઉપર પ્રતિબંધ

Publish Date : 27/01/2026

વાચનચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આપવામાં આવેલ ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવો

રોડ રીસરફેસીંગની કામગીરીને ધ્યાને લઈ સલામતીના હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

આણંદ, મંગળવાર: કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ, આણંદ હસ્તકના માર્ગ સુંદલપુરા-લાલપુરા રોડ ઉપર રીસરફેસીંગની કામગીરી પ્રગતિમાં હોય, સલામતીના હેતુથી સદર માર્ગ પર જતા ભારે તથા મધ્યમ વાહનોને તા.૧૫/૦૨/૨૦૨૬ સુધી અવરજવર કરવા ઉપર પ્રતિબંધ મૂકી, ભારે તથા મધ્યમ વાહનોને અન્ય રોડ પર ડાયવર્ટ કરવા આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામાં દ્વારા હુકમ ફરમાવ્યો છે.

આ જાહેરનામા મુજબ હયાત રૂટ સુંદલપુરા – લાલપુરા માર્ગ પર ભારે તથા મધ્યમ વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આપવામાં આવેલ ડાયવર્ઝન રૂટ મુજબ લાલપુરા ચેક પો.સ્ટે. થી સુંદલપુરા તરફ જતા ભારે તથા મધ્યમ વાહનો અહીમા ત્રણ રસ્તાથી બાજીપુરા થઈ ભરોડા વાળા રોડ ઉપર થઈ સુરેલી ચોકડી તરફ જઈ શકશે. તેમજ ઉમરેઠથી લાલપુરા ચેક પોસ્ટ તરફ જતાં ભારે તથા મધ્યમ વાહનો સુરેલી ચોકડી થઈ ભરોડા વાળા રોડ ઉપરથી બાજીપુરા થઈ અહીમા ત્રણ રસ્તા થઈ લાલપુરા ચેક પોસ્ટ રોડ તરફ જઈ શકશે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.