સુંદરણા ખાતે ₹૨૫ લાખના ખર્ચે નિર્માણ પામેલ નવીન ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરતા નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

Publish Date : 16/10/2026
સુંદરણા ખાતે ₹૨૫ લાખના ખર્ચે નિર્માણ પામેલ નવીન ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરતા નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

મંત્રીશ્રી દ્વારા સફાઈ કામદારોનું સન્માન કરી સામાજિક સમરસતાનો સંદેશ અપાયો

આણંદ, ગુરૂવાર, પેટલાદ તાલુકાના સુંદરણા ગામ ખાતે ગુજરાત સરકારના ગ્રામ, ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા CDP-5 યોજના અંતર્ગત રૂપિયા ૨૫ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનો લોકાર્પણ સમારોહ નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમાં  યોજાયો હતો.

લોકાર્પણ બાદ મંત્રીશ્રીએ પંચાયત ભવન ખાતે માં આદ્યશક્તિની આરતીનો લાભ લઈ સમગ્ર સુંદરણા ગામના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. નવીન પંચાયત ભવન કાર્યરત થવાથી સુંદરણા ગામના લોકોને પંચાયતને લગતા તમામ વહીવટી કામકાજ, દાખલા અને સરકારી યોજનાઓના લાભો એક જ છત નીચેથી વધુ સરળતા અને ઝડપથી મળી રહેશે તેમ નાણા રાજ્યમંત્રી શ્રી એ કહ્યું હતું.

​આ કાર્યક્રમમાં સમાજના સાચા સેવક એવા ગામના સફાઈ કામદાર ભાઈ-બહેનોનું સાલ અને સન્માનપત્ર આપી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી અને આગેવાનો દ્વારા સફાઈ કર્મીઓની નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

​આ પ્રસંગે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રણજીતસિંહ પરમાર, ઉપપ્રમુખ શ્રી જ્યોતિબેન સોલંકી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી બ્રિજેશભાઈ પટેલ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી જયેશભાઇ પરમાર, તાલુકા પંચાયત સભ્ય શ્રી જીતુભાઇ પટેલ, આણંદ જિલ્લા પંચાયત સભ્ય શ્રી જગદીશભાઈ વણકર, જિલ્લા પંચાયત પૂર્વ સભ્ય શ્રી બાદલભાઈ પટેલ, અગ્રણીશ્રી જીગ્નેશભાઈ પટેલ, શ્રી અલ્પેશભાઈ પટેલ, શ્રી કેયુરભાઈ બારોટ તેમજ સુંદરણા ગામના સરપંચ શ્રી જીતુભાઇ પટેલ, પંચાયતના સભ્યો અને ગામના વડીલો, ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.