Close

સામરખા ખાતે આઈસીડીએસ ઘટક-૨ દ્વારા ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ ની ઉજવણી કરાઈ

Publish Date : 11/09/2026

પૌષ્ટિક વાનગી સ્પર્ધા દ્વારા આંગણવાડી કાર્યકરોએ આરોગ્યપ્રદ જીવનશૈલીનો સંદેશ આપ્યો

આણંદ, મંગળવાર, આણંદ જિલ્લાના આઈસીડીએસ ઘટક આણંદ-૨ દ્વારા સામરખા સ્થિત એચ. એલ. પટેલ હાઈસ્કુલ ખાતે ઘટક કક્ષાના ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સી.ડી.પી.ઓ. દ્વારા રોજિંદા આહારમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સરગવા, મિલેટ્સ (ધાન્ય) અને આઈસીડીએસ દ્વારા અપાતા ટીએચઆર (ટેક હોમ રાશન) ના ઉપયોગ અને તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી. તેમણે ટીએચઆર અને મિલેટ્સમાંથી બનાવી શકાય તેવી વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ વિશે પણ જાણકારી પૂરી પાડી હતી.

તાલુકા હેલ્થ ઓફિસરશ્રીએ પ્રવર્તમાન સમયમાં બજારમાં મળતા બિનપોષણયુક્ત અને જંક ફૂડથી શરીરને થતા નુકસાન વિશે જાગૃત કર્યા હતા. તેમણે દૈનિક જીવનશૈલીમાં સમતોલ આહારને પ્રાધાન્ય આપી રોગમુક્ત જીવન જીવવા માટે અનુરોધ કર્યો હતો.

આ સમગ્ર આયોજન દ્વારા સમાજમાં પોષણ પ્રત્યે નવી ચેતના જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં પોષણયુક્ત આહારના મહત્વ વિશે ગ્રામજનો અને લાભાર્થીઓને વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી વાનગી સ્પર્ધામાં કાર્યકર બહેનોએ ટી.એચ.આર. અને મિલેટ્સનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને અનેકવિધ પૌષ્ટિક વાનગીઓ પ્રદર્શિત કરી હતી.

મહાનુભાવોએ વાનગી નિદર્શનની મુલાકાત લઈ બહેનોની સર્જનાત્મકતા અને પોષણ પ્રત્યેની તેમની સમજને બિરદાવી હતી.

સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ઉપ પ્રમુખશ્રી, તાલુકા પંચાયત સભ્યશ્રી, શાળા કેળવણી મંડળના પ્રમુખશ્રી, મુખ્ય સેવિકા, બ્લોક પીએસઈ, NNM કોર્ડીનેટર, આંગણવાડી કાર્યકર બહેનો અને  ગ્રામજનોએ ભાગ લીધો હતો.