Close

સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં ૫૮૭૪ કયુસેક્સ પાણીનો જથ્થો નદીમાં છોડાયો

Publish Date : 19/06/2025

સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોને સાવચેત રહેવા  પૂર નિયંત્રણ કક્ષ અમદાવાદની તાકીદ.

આણંદ,મંગળવાર: સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં હાલમાં ૫૮૭૪ ક્યુસેક્સ પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ છે.

જે અર્થે હાલ માં વાસણા બેરેજના કુલ ૩ ગેટ (નં.૨૬,૨૭ અને ૨૮)(૧.૫૦ ફૂટ) તથા ૨૫ નંબરનો ગેટ ૧ ફૂટ ખોલવામાં આવેલ છે. જે અન્વયે પૂરથી સંભંવિત અસરગ્રસ્ત થનાર તમામ ગામોને સલામતીના યોગ્ય પગલાં લેવા જણાવવામાં આવ્યું છે.

આ સૂચિત પાણીના જથ્થા અન્વયે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોને સાવચેત કરવા તથા સલામતીના યોગ્ય પગલા લેવા માટે નાયબ કાર્યપાલક ઈજનેર, પુર નિયંત્રણ કક્ષ, અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળ દ્વારા જણાવવામાં આવ્યું છે.