સાક્ષરતા વધારવા અને નિરક્ષરતા નાબૂદ કરવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ થી અમલી નવભારત સાક્ષરતા કાર્યક્રમ
Publish Date : 24/08/2026
આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રીના પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને DLMA ની બેઠક યોજાઈ
આણંદ, શુક્રવાર ,રાજ્યમાં સાક્ષરતા દર વધારવા તેમજ નિરક્ષરતા નાબૂદ કરવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૨૨થી ‘નવભારત સાક્ષરતા કાર્યક્રમ’ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા નિરંતર શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આણંદ જિલ્લામાં નિરક્ષરોનો સર્વે હાથ ધરી તેઓને સાક્ષર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ યોજનાના સુચારુ અમલીકરણ અને અસરકારક આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સાક્ષરતા મિશન ઓથોરિટી (DLMA – ડિસ્ટ્રિક્ટ લિટરસી મિશન ઓથોરિટી) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ ઉપસ્થિત તમામ અધિકારીઓને જિલ્લામાં મહત્તમ નિરક્ષરો સાક્ષર બને તે દિશામાં સઘન પ્રયાસો હાથ ધરવા અને સમુચિત પગલા લેવા સબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, ડાયેટના પ્રાચાર્યશ્રી, આઈ.સી.ડી.એસ. (ICDS) ના પ્રોગ્રામ ઓફિસરશ્રી, નાયબ માહિતી નિયામકશ્રી, જિલ્લા રોજગાર અધિકારીશ્રી તેમજ નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારીશ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.