સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ: એક ભારત,આત્મનિર્ભર ભારત
Publish Date : 01/12/2025
રાષ્ટ્રીય પદયાત્રાના ઉદ્દઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીશ્રી વર્ચ્યુઅલ જોડાશે
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી શ્રી માણેક સાહા ઉપસ્થિત રહેશે
સવારે ૯-૦૦ કલાકે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો ઉદ્દઘાટન સમારોહ
આણંદ, મંગળવાર : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે સરદાર @૧૫૦ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય પદયાત્રાનો ઉદ્દઘાટન સમારોહ આજે એટલે કે તા.૨૬ નવેમ્બર, બુધવારના રોજ સવારે ૯:૦૦ કલાકે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય પદયાત્રામાં ઉદ્દઘાટન અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી શ્રી માણિક સાહા પણ રાષ્ટ્રીય પદયાત્રામાં સહભાગી થશે.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવીયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંમણીયા, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સહિત દેશના તથા રાજ્યનાં અગ્રણી પદાધિકારીઓ તથા અધિકારીઓ પણ રાષ્ટ્રીય એકતા પદયાત્રાના ઉદ્દઘાટન સમારોહમાં હાજર રહેશે.