સરદાર @૧૫૦ નેશનલ યુનિટી માર્ચ
Publish Date : 01/12/2025
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ત્રિપુરા મુખ્યમંત્રી શ્રી માનિક સાહાએ કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાને સરદાર સાહેબની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પણ કરી
આણંદ, બુધવાર: સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઊજવણીના ભાગરૂપે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એકતા અને અખંડિતતાના મજબૂત સંદેશ સાથે યોજાનાર રાષ્ટ્રીય પદયાત્રાના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસ સ્થાનની મુલાકાત લઈ સરદાર સાહેબની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ત્રિપુરા મુખ્યમંત્રી શ્રી માનિક સાહા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર પટેલ અને વિઠ્ઠલભાઇ પટેલની પ્રતિમાઓને સુતરની આંટી અર્પણ કરી હતી.
આ પ્રસંગે ત્રિપુરા મુખ્યમંત્રી શ્રી માનિક સાહાની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીએ સરદાર સાહેબનાં નવા સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી નિવાસ સ્થાનમાં આવેલ સરદાર સાહેબની ફેમિલી ટ્રી થી માહિતગાર થયા હતા.
આ અવસરે ગુજરાત કૃષિ મંત્રીશ્રી જીતુ વાઘાણી, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, નાણા, પોલીસ અને હાઉસિંગ, રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, આણંદ સાંસદ શ્રી મિતેશ પટેલ, ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, મિનિસ્ટર ઓફ સ્ટેટ, હેલ્થ કેમ ફેમિલી વેલફેર, શ્રી અનુપ્રિયા પટેલ, ખંભાત ધારાસભ્યશ્રી ચિરાગ પટેલ, અગ્રણી શ્રી જગદીશ પંચાલ, રેન્જ આઈ.જી શ્રી વિધિ ચૌધરી, આણંદ કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, ખેડા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, એસ.પી શ્રી જસાણી, અગ્રણી શ્રી સંજય પટેલ સહિત અન્ય મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

સરદાર @૧૫૦ નેશનલ યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ નેશનલ યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ નેશનલ યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ નેશનલ યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ નેશનલ યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ નેશનલ યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ નેશનલ યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ નેશનલ યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ નેશનલ યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ નેશનલ યુનિટી માર્ચ