Close

સરદાર પટેલ મેમોરિયલ હોલ, કરમસદ ખાતે આજે વંદે માતરમ @ 150 ની ઉજવણી કરાશે

Publish Date : 06/11/2025

આણંદ, ગુરૂવાર: સને 1875 માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમના માધ્યમ દ્વારા રાષ્ટ્રચેતના અને માતૃભૂમિ માટેના ગર્વની એક સૂત્રતાના સંદેશ થકી સમગ્ર ચળવળ એક તાંતણે બંધાઈ હતી, જેના તારીખ સાતમી નવેમ્બર 2025 ના રોજ 150 વર્ષ પૂર્ણ થતા હોય રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમ યોજાનાર છે.

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર પટેલ મેમોરિયલ હોલ, કરમસદ ખાતે તારીખ ૭ મી નવેમ્બર 2025 ને શુક્રવારના રોજ સવારે ૯-૩૦ કલાકે વંદે માતરમ રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરવામાં આવશે, રાષ્ટ્રગીતના સામૂહિક જ્ઞાન બાદ સ્વદેશીના શપથ લેવામાં આવશે.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતિ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.