‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬’
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આયોજિત ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ’ અંતર્ગત આણંદ જિલ્લામાં જનજાગૃતિનો સંકલ્પ
ભ્રષ્ટાચારના નિર્મૂલન અને પારદર્શક વહીવટ માટે કર્મયોગીઓએ લીધા ‘ફરજ પ્રત્યે નિષ્ઠા’ના શપથ
આણંદ, સોમવાર , ભ્રષ્ટાચારના નિર્મૂલન અને પારદર્શક વહીવટ માટે જનજાગૃતિ કેળવવાના હેતુસર રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તા. ૩૧ ઓક્ટોબરથી તા. ૦૭ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહ અંતર્ગત જાહેર વહીવટમાં પ્રામાણિકતા અને નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
આ ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લા કલેક્ટરશ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં શપથ લેવામા આવ્યા હતા. જેમાં જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત હસ્તક આવતી વિવિધ કચેરીઓ સહિત જિલ્લા માહિતી કચેરીના તમામ અધિકારીઓ અને કર્મયોગીઓ દ્વારા ઉત્સાહભેર ‘ફરજ પ્રત્યે નિષ્ઠા’ના શપથ લેવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત તમામ કર્મયોગીઓએ પોતાની ફરજ સંપૂર્ણ નિષ્ઠા, પ્રામાણિકતા, પારદર્શિતા અને જવાબદારીપૂર્વક નિભાવવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. આ ઉપરાંત, સરકારી કામગીરીમાં ઈમાનદારી જાળવીને રાજ્યને ભ્રષ્ટાચારમુક્ત અને ઉત્તમ વહીવટ પૂરો પાડવા પ્રત્યે સૌએ પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬’

‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬’

‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬’

‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬’