Close

સંદેશર કન્યા શાળા ખાતે રૂપિયા ૧.૧૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૦૮ નવા વર્ગખંડોનું લોકાર્પણ કરાયું

Publish Date : 10/11/2025

આણંદસોમવાર: રાજ્ય સરકાર દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાઓ ખાતે ખૂટતા વર્ગખંડ નવા બનાવવા અંગેની ઝુંબેશ ચાલી રહી છેતે અંતર્ગત આણંદ જિલ્લામાં પ્રાથમિક શાળાઓ ખાતે વર્ગખંડોનું રીનોવેશન અને નવા વર્ગખંડ સુવિધાયુક્ત તૈયાર કરવામાં આવી રહ્યા છે.

આજે સંદેશર કન્યાશાળા ખાતે રૂપિયા ૧.૧૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવા ૦૮ વર્ગખંડોનું લોકાર્પણ

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલઆણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ તથા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.

શ્રી હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે દીકરા અને દીકરીઓને પ્રાથમિક શાળાઓ ખાતે સુવિધા યુક્ત ક્લાસરૂમ મળે તે રીતે નવા વર્ગખંડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. ત્યારે ગામની દીકરીઓને શાળા ના વર્ગખંડો નવા બનવાથી અભ્યાસ કરવાની રુચિ વધશે તેમ જણાવી ગામની દીકરીઓ અધવચ્ચેથી અભ્યાસ છોડી ન જાય અને ગામ ખાતે જ પાયાનું શિક્ષણ મેળવે તે જોવાની જવાબદારી વાલીઓ સહિત શિક્ષકો નિભાવે તેમ જણાવ્યું હતું.

આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે દીકરીઓને ગામ ખાતે જ પ્રાથમિક શિક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે તેમ જણાવી નવા તૈયાર કરવામાં આવેલ વર્ગખંડો સુવિધા યુક્ત બનવાથી શાળા ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને કોઈપણ જાતની અગવડ ના પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે તેમ ઉમેર્યું હતું. ગામની દીકરીઓ આ શાળામાં ભણીને ખૂબ જ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી.

આ સમયે શાળા વ્યવસ્થાપન સમિતિના સદસ્યોગામના સરપંચ સહિત ગ્રામજનોશિક્ષકોગામના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.