Close

‘વિશ્વ મલેરિયા દિવસ’  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

Publish Date : 26/04/2026

 “Driven to end Malaria: Now We Can, Now We Must” થીમ હેઠળ આણંદ જિલ્લો મલેરિયા મુક્તિ તરફ અગ્રેસર

મલેરિયા મુક્ત ગુજરાત ૨૦૩૦ના લક્ષ્યાંક સાથે આણંદ જિલ્લામાં જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ

કુલ ૪.૪૯ લાખથી વધુ ઘરોની તપાસ કરી ૪૦ હજારથી વધુ પાત્રોમાં દવા નાખવાની કામગીરી કરાઈ

આણંદ, શુક્રવાર , વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા વર્ષ ૨૦૦૮થી દર વર્ષે ૨૫ એપ્રિલને “વિશ્વ મલેરિયા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૨૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ આણંદ જિલ્લામાં પણ આ દિવસની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ પટેલ અને જિલ્લા મલેરિયા અધિકારી ડૉ. રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ૫૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૮ અર્બન હેલ્થ સેન્ટરના કાર્યક્ષેત્રમાં વિવિધ જનજાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાનાર છે.

આ વર્ષે વિશ્વ મલેરિયા દિવસની થીમ “Driven to end Malaria: Now we can, Now we must” રાખવામાં આવી છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ મલેરિયા નિવારણ, તેની નાબૂદી અને લોકોમાં રોગ પ્રત્યે જાગૃતિ કેળવવાનો છે. મલેરિયા મુક્ત ગુજરાત ૨૦૩૦ના અભિયાનને વેગ આપવા માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે અને નાગરિકોને આ અભિયાનમાં સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

આણંદ જિલ્લાને મલેરિયા મુક્ત કરવા અર્થે કરાયેલ કામગીરીના આંકડાકિય વિગતો જોઈએ તો વર્ષ ૨૦૨૪માં ૧૭ કેસ અને ૨૦૨૫માં ૯ કેસ નોંધાયા હતા, જેની સામે વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં મલેરિયાનો એક પણ કેસ નોંધાયો નથી. આ સિદ્ધિ હાંસલ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ૪,૪૯,૭૩૩ જેટલા ઘરોની તપાસ કરી જેમાં ૧૬,૫૩,૩૧૩ જેટલા પાત્રો તપાસવામાં આવ્યા હતા. કુલ ૪૦,૧૮૨ પાત્રોમાં દવા નાખવા તથા ૫૭૮૬ જેટલા પાત્રોને નાશ કરવા જેવી મહત્વની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન કુલ ૪૪૬૦ ઘરોમાં પોરા મળ્યા હતા. તે સિવાય કોઈએ તો કુલ ૧૩૦૩ ઘરોમાં ફોગિંગ કરવા, ૨૩૭ સ્થળોએ ગપ્પીફિશ નાખવી, ૧૨૭ ઘરોને નોટિસ આપવી અને ૧૫૪૭ ઘરોમાં આરોગ્ય શિક્ષણ આપવા જેવી કામગીરી હાથ ધરાઈ હતી તથા ૧,૫૯,૫૭૭ જેટલા ઘરોમાંથી લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

આ અભિયાન હેઠળ જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણી કરમસદ સ્થિત પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ ખાતે વર્કશોપ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જૂથ ચર્ચા, રેલી અને મચ્છરના જીવનચક્રનું જીવંત પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ અને સ્ટાફને મચ્છર નિયંત્રણ, ‘ડ્રાય ડે’ની ઉજવણી અને નોટિફિકેશન એક્ટ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવશે, જેથી તેઓ સમાજમાં જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ થઈ શકે.

રોગચાળાને નિયંત્રિત કરવા માટે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો પર રેલી, શિબિર, માઈકિંગ અને શેરી નાટક જેવા કાર્યક્રમો યોજાશે. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પણ કડક કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત કરમસદ-આણંદ વિસ્તારમાં મચ્છર ઉત્પત્તિ સ્થાનો બદલ અંદાજે રૂપિયા ૪,૫૨,૩૦૦ જેટલી દંડની રકમ વસૂલવામાં આવી છે. સોશિયલ મીડિયા અને બેનર્સ દ્વારા પણ લોકો સુધી આરોગ્ય શિક્ષણ પહોંચાડવામાં આવી રહ્યું છે.

અંતે, આરોગ્ય વિભાગ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે મલેરિયાના મચ્છર ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે, તેથી ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવી. બિનઉપયોગી ટાયર, ભંગાર કે પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરવો અને જો તાવ આવે તો તુરંત જ નજીકના સરકારી દવાખાને લોહીની તપાસ કરાવી સંપૂર્ણ સારવાર લેવા સહિતની અપીલ કરવામાં આવી છે.

‘વિશ્વ મલેરિયા દિવસ'  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ’  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ'  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ’  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ'  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ’  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ'  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ’  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ'  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ’  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ'  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ’  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ'  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ’  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ'  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ’  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ'  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ’  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ'  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ’  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ'  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ’  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ'  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ’  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ'  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

‘વિશ્વ મલેરિયા દિવસ’  ૨૫ એપ્રિલ ૨૦૨૬’

 

 

‘વિશ્વ મલેરિયા દિવસ'  ૨૫ એપ્રિલ ૨૦૨૬’