વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ૧૪ ઓગસ્ટે આણંદ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ
Publish Date : 13/08/2026
આણંદ, બુધવાર, જિલ્લા વહીવટી તંત્ર આણંદ અને કરમસદ-આણંદ મહાનગરપાલિકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે દેશના વિભાજનની ભયાનકતામાં જીવ ગુમાવનારા અને વિસ્થાપનની પીડા સહન કરનારા લાખો ભારતીયોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ ૧૪ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવાર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે ઈફકોવાલા ઓડિટોરિયમ હોલ, સરદાર પટેલ માર્ગ, એસ.પી. યુનિવર્સિટી, આણંદ ખાતે યોજાશે.
આ કાર્યક્રમ અંતર્ગત પ્રદર્શન યોજાશે આ ઉપરાંત હુતાત્માની યાદમાં ૨ મિનિટનું મૌન, ફિલ્મ નિદર્શન – નાટ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે.
આ વિશેષ સ્મૃતિ કાર્યક્રમમાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, કલેક્ટરશ્રી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, ધારાસભ્યશ્રીઓ તથા નિવાસી અધિક કલેક્ટરશ્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
વિભાજનની પીડા, વિસ્થાપનની વેદના અને અવિસ્મરણીય બલિદાનને સ્મરણ કરવા તથા શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સર્વે નાગરિકોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.