વિઠ્ઠલ ઉદ્યોગ નગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ સેફટી સલામતી તાલીમ અને પ્રાથમિક સારવાર અંગેનો એક દિવસીય સેમીનાર યોજાયો
Publish Date : 17/07/2025
આણંદ, બુધવાર: ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, આણંદ, વિશ્વકર્માં એજ્યુકેશન ટ્રસ્ટ તથા વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ઘ્વારા ઇન્ડસ્ટ્રીયલ સેફટી સલામતી તાલીમ અને પ્રાથમિક સારવાર અંગેનો એક દિવસીય સેમીનાર વિઠ્ઠલ ઉદ્યોગ નગર ખાતે યોજાયો હતો.
ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, આણંદના મદદનીશ નિયામક શ્રીમતી આર.એમ.રાઠવા એ જનરલ ઇંડસ્ટ્રિયલ સેફટી, બિહેવિયર બેસ્ડ સેફટી, વર્ક એટ હાઈટ તથા પ્રાથમિક સારવાર અંગે વિસ્તૃતમાં જાણકારી આપી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ,વિઠ્ઠલ ઉદ્યોગ નગર એસોસિએશનના પ્રમુખશ્રી હેમલભાઈ પટેલ,
સેક્રેટરી શ્રી ચિંતનભાઈ પંડયા, શ્રી એચ.એસ.બારડ, શ્રી નવદીપભાઈ લોકડીયા, શ્રી ધીનલભાઈ પટેલ, શ્રી જ્યોતિષ મહેતા, શ્રી કિરણ સુથાર વિશ્વકર્મા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ડો.આલોક આંનદ ઉપસ્થિત રહ્યા હતા.