વાસદની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ) માં પ્રવેશ મેળવવા માટે તા.23 જૂન સુધીમાં ઓનલાઇન પ્રવેશફોર્મ ભરો
Publish Date : 04/06/2026
આણંદ, બુધવાર, આણંદ જિલ્લાના વાસદ ખાતે પાયલ સિનેમાની પાછળ આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સંસ્થા ખાતે ચાલતા વિવિધ કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તા.23 જૂન સુધીમાં ઓનલાઇન પોર્ટલ itiadmission.gujarat.gov.in વેબસાઇટ પર જઈને પોતાનું ફોર્મ ભરવાનું રહેશે.
ઉમેદવારે ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ પોતાના તમામ અસલ દસ્તાવેજોની ચકાસણી માટે નજીકની કોઈપણ સરકારી ITI ખાતે રૂબરૂ જવાનું રહેશે. દસ્તાવેજ ચકાસણી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ રૂ. ૫૦/- ની ઓનલાઇન રજીસ્ટ્રેશન ફી ભરીને પોતાનું પ્રવેશફોર્મ કન્ફર્મ કરાવવાનું રહેશે.
આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ ઉમેદવારો પોતાની પસંદગીના અભ્યાસક્રમ અને સંસ્થા માટે ઓનલાઇન ચોઈસ ફીલિંગ કરવાની રહેશે. પ્રથમ રાઉન્ડ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૩/૦૬/૨૦૨૬ નક્કી કરવામાં આવી છે.
વધુમાં, આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓની સુવિધા માટે જિલ્લાની તમામ સરકારી ITI ખાતે ખાસ ‘Admission Helpdesk’ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં ઉમેદવારો વિનામૂલ્યે પોતાનું પ્રવેશફોર્મ ભરાવી શકે તેવી ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ITI વાસદમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોને સમય મર્યાદામાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા આઇ.ટી.આઇ. વાસદના આચાર્યશ્રી દ્વારા જણાવાયું છે.