વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રાનો કાર્યક્રમ યોજાયો
‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અંતર્ગત વડાપ્રધાનશ્રીના દેશવ્યાપી સંબોધનને નાગરિકોએ વર્ચ્યુઅલી નિહાળ્યુ
મંત્રીશ્રી, મહાનુભાવો અને નગરજનો દ્વારા ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ માટેનો સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો
ચિત્ર, વક્તૃત્વ અને કોલાજ સ્પર્ધાના જિલ્લા કક્ષાના વિજેતા બાળકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું
આણંદ, બુધવાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે તારીખ ૭મી ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ રાજ્યનું સુકાન સંભાળ્યું હતું. આ સફળ શાસન અને સેવા યાત્રાના ૨૫ વર્ષ પુરા થતા આણંદ જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અંતર્ગત ‘સેવા જ્યોતિ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આણંદ જિલ્લાના તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી નીકળેલી સેવા જ્યોતિ યાત્રા વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે આવી પહોંચી હતી, જ્યાં આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા અને વિકસિત ભારત સભા યોજાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવ્યાપી વર્ચ્યુઅલ સંબોધન કર્યુ હતુ, જેને સૌ નગરજનોએ નિહાળ્યુ હતું.
આ કાર્યક્રમના પ્રારંભમાં સૌએ એક સાથે ‘વંદે માતરમ્’નું ગાન કર્યુ હતુ. અગાઉ ૨૫ કરોડ બાળકોના સ્વપ્નના ભારત નિર્માણના સંકલ્પ સાથે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ ચિત્ર, વક્તૃત્વ અને કોલાજ સ્પર્ધાના જિલ્લા કક્ષાના પ્રથમ ત્રણ વિજેતા બાળ-પ્રતિભાઓનું આ તકે મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. ત્યારબાદ મહાનુભાવો અને નગરજનો દ્વારા ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ માટેનો સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો.
આ તકે પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડા સાથે અન્ય મહાનુભાવો દ્વારા સેવા જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી હતી અને જિલ્લાના વિવિધ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે પહોંચેલી સેવા જ્યોતિ યાત્રાનું સેવા જ્યોતિ સર્કલ તરફ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રા શાસ્ત્રી મેદાનથી નાના બજાર, ભાઈકાકા સર્કલ, પ્રમુખસ્વામી સર્કલ થઈને સેવા જ્યોતિ સર્કલ પહોંચી પૂર્ણ થઈ હતી, જેમાં મોટી સંખ્યામા નગરજનો ઉત્સાહપુર્વક જોડાયા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખશ્રી જીલુભા સિંધા, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયરશ્રી દિપિકાબેન પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર.એન.ડોડિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, ધારાસભ્ય સર્વ શ્રી યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, હર્ષદભાઇ પરમાર, ચિરાગભાઇ પટેલ, પ્રાંત અધિકારી સુશ્રી અંજલી ઠાકુર, અધિક કલેક્ટરશ્રી રાહુલ ગમારા, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ, શ્રી જગતભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.