Close

રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંતર્ગત આણંદ ખાતે ‘પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ’ યોજાયો

Publish Date : 23/06/2026

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ તાલીમમાં ૧૨ જિલ્લાના ખેડૂતોએ લીધો ઉત્સાહભેર ભાગ

પાંચ દિવસીય તાલીમ શિબિરમાં ખેડૂતોને રસાયણમુક્ત ખેતી અંગે અપાયુ પ્રાયોગિક માર્ગદર્શન

આણંદ, સોમવાર , આણંદ સ્થિત આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત બં. અ. કૃષિ મહાવિદ્યાલયના એગ્રોનોમી (શસ્ય વિજ્ઞાન) વિભાગ દ્વારા પાંચ દિવસીય ‘પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ’ યોજાયો હતો.

આ તકે આચાર્ય ડૉ.એસ.આર.પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે ભારત સરકાર દ્વારા ‘નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ’ શરૂ કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર અને આણંદ કૃષિ યુનિવર્સિટી પણ આ દિશામાં સક્રિય પ્રયાસો કરી રહી છે. તેમણે વધુમા ઉમેર્યું હતુ કે, સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિ બાબતે ગુજરાત રાજ્ય ખૂબ જ અગ્રેસર છે, જે દર્શાવે છે કે રાજ્યના ખેડૂતોમાં આ નૂતન કૃષિ પદ્ધતિનો વ્યાપ અને સ્વીકૃતિ સતત વધી રહ્યા છે.

આ તાલીમમાં કૃષિ નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતીમાં આવતી વિવિધ વ્યવહારિક મુશ્કેલીઓ અને તેના સચોટ સમાધાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતો પોતાની ખેત પેદાશોનું યોગ્ય વળતર મેળવી શકે તે માટે પ્રાકૃતિક કૃષિમાં FPO (ખેડૂત ઉત્પાદક સંગઠન)નું મહત્વ અને વેચાણ વ્યવસ્થા અંગે સંશોધન નિયામક ડૉ.એસ.એન.શાહ દ્વારા પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ પાંચ દિવસીય તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ મહત્વના આયામો જેવા કે જીવામૃત, બીજામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણિ અર્ક અને આચ્છાદન (મલ્ચિંગ) વગેરે બનાવવાની અને તેના ખેતરમાં યોગ્ય ઉપયોગ કરવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયનું વિશેષ મહત્વ તેમજ મિશ્ર અને આંતરપાકોની અગત્યતા વિશે ખેડૂતોને વિસ્તૃત રીતે અવગત કરાયા હતા.

આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પેદાશોમાં ‘મૂલ્યવર્ધન’ની ટેકનિકોથી ખેડૂતોને માહિતગાર કર્યા હતા.  ખેડૂતોને વાસ્તવિક અનુભવ અને પ્રેરણબળ મળે તે હેતુથી આણંદની આસપાસ પ્રાકૃતિક કૃષિ કરતા સફળ પ્રગતિશીલ ખેડૂતોના ફાર્મ જેવા કે નરસંડા સ્થિત ઉમેશગીરી ગોસ્વામીના ‘ગીરી ફાર્મ’ અને બોરીઆવીના નરેશભાઈ સોલંકીના ‘પ્રાકૃતિક કૃષિ ફાર્મ’ની મુલાકાત કરાવવામાં આવી હતી. સાથે જ આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર અને એગ્રોનોમી ફાર્મ ખાતે વિવિધ પ્રકારના શાકભાજીના લાઈવ નિદર્શન પ્લોટની પણ રૂબરૂ મુલાકાત લેવડાવી પ્રાયોગિક જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું.  તેમજ તાલીમ કાર્યક્રમના અંતે તમામ સફળ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તાલીમના સમારોહમાં બં.અ.કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય ડૉ.એસ.આર.પટેલ, સહસંશોધન નિયામક ડૉ.વી.જે.પટેલ અને એગ્રોનોમી વિભાગના વડા ડૉ.આર.એ.પટેલ, તાલીમ સંયોજક ડૉ.પી.એમ.પટેલ, ડૉ.વી.ડી.ચૌધરી, ડૉ.એ.પી.પટેલ તથા હાર્મિશા સોજીત્રા, તેમજ આણંદ, ખેડા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને જૂનાગઢ એમ કુલ ૧૨ જિલ્લાઓમાંથી પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા ૬૯ ભાઈઓ અને ૧૧ બહેનો મળી કુલ ૮૦ જેટલા તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંતર્ગત આણંદ ખાતે 'પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ' યોજાયો