રાજ્ય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ ઉમરેઠ નગરપાલિકામાં ચાલી રહેલ વિકાસકાર્યોની સમીક્ષા બેઠક યોજી
Publish Date : 18/12/2025
આણંદ,ગુરુવાર: રાજ્ય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ આણંદ જિલ્લાના ઉમરેઠ નગરપાલિકામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કર્યો માટે નગરપાલિકાના પ્રમુખ તથા અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠકમાં મંત્રીશ્રીએ નગરપાલિકાના વિકાસ કામ માટે જરૂરી નાણાકીય ગ્રાન્ટ તથા અન્ય વિકાસ કાર્યો માટે જરૂરી માનવબળ વિશેની વિસ્તૃત જાણકારી ઉમરેઠ નગરપાલિકા પ્રમુખશ્રી તથા ચીફ ઓફિસરશ્રી પાસેથી મેળવી હતી.
મંત્રીશ્રીએ નગરપાલિકા વિસ્તારમાં કરવાના થતા વિકાસના કામો સમય મર્યાદામાં પૂરા થાય તે જોવા જણાવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રી કનૈયાલાલ શાહ, ઉમરેઠ ચીફ ઓફિસરશ્રી ભારતીબેન સોમાણી, નગરપાલિકા કાઉન્સિલર મયુરભાઈ પટેલ, અગ્રણી શ્રી ભૂષણ ભટ્ટ સહિત નગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.