Close

રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે તા.૨૩ જાન્યુઆરીના રોજ બોરસદ ખાતે નવી ડી.વાય.એસ.પી. કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવશે

Publish Date : 22/01/2026

આણંદ, ગુરૂવાર: રાજ્યના નાણાં, પોલીસ હાઉસીંગ, જેલ, સરહદી સુરક્ષા અને ગૃહ રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ આવતીકાલે તારીખ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ આણંદ જિલ્લાના બોરસદની મુલાકાતે લેશે.

આ પ્રવાસ દરમિયાન મંત્રીશ્રી સવારે ૯:૧૫ વાગ્યે વાંસદ ચોકડી પાસે, સહયોગ હોટેલની સામે અને મહી સિંચાઇ કેનાલ ઓફિસની બાજુમાં નવનિર્મિત નવનિર્મિત ડી.વાય.એસ.પી. (DySP) કચેરીનું ઉદ્ઘાટન કરશે.