રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા વર્ષ 2025
Publish Date : 18/02/2026
કર્મચારી,નોકરીદાતા, પ્લેસમેન્ટ ઓફીસર, સ્વરોજગાર કરતા દિવ્યાંગ નાગરિકને પારિતોષિક અપાશે
આણંદ જિલ્લાના ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા અરજદારો તા.૨૭ ફેબ્રુઆરી સુધી અરજી કરે
આણંદ, સોમવાર: આણંદ જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫ ની રાજ્ય કક્ષાની દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ( શારીરિક ક્ષતિ) ધરાવતા ઉદ્યમી, મહેનતુ અને શ્રેષ્ઠ કર્મચારીઓ, તેમને કામે રાખનાર નોકરીદાતાઓ સ્વરોજગાર કરનાર વ્યક્તિઓ તેમજ દિવ્યાંગોને કામ અપાવવા માટે કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર પાસેથી નિયત અરજીપત્રકમાં જરૂરી આધારો સાથેની અરજી જિલ્લા રોજગાર કચેરી, આણંદ ખાતે મોકલી આપવાની રહેશે.
પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ અંધ, બહેરા -મુંગા, અપંગ તેમજ રક્તપિત તથા મંદબુદ્ધિવાળા કર્મચારીઓ” સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ” અને તેમને કામે રાખતા નોકરીદાતાઓ” તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતા” પ્લેસમેન્ટ ઓફિસરો ને વર્ષ 2025 માટે રાજ્ય પારિતોષિક માટેની અરજી જરૂરી દસ્તાવેજો દિવ્યાંગતા ધરાવતો પોસ્ટ સાઈઝના ફોટા-2, સ્વરોજગાર કરતા ઉમેદવારોએ જીવન ઝરમરની ટુકમાં વિગતો, શાળા છોડયાનું પ્રમાણ પત્ર શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ચાલચલગતનું પોલીસ વેરીફીકેશન પ્રમાણપત્ર, ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતું છેલ્લા ત્રણ માસની અંદરનું અરજદારનું મેડિકલ સર્ટિફિકેટ સાથેનું અરજીપત્રક બે નકલમાં તા. ૨૭/૦૨/૨૦૨૬ સુધીમાં જિલ્લા રોજગાર કચેરી, આણંદ ને મોકલી આપવા જણાવવામાં આવ્યું છે.
આ અરજી પત્રકનો નમુનો ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in/notice -board પર થી અને જીલ્લા રોજગાર કચેરી, આણંદ ખાતેથી મેળવી લેવા જણાવ્યું છે.
આ અંગે ની વધુ જાણકારી માટે જિલ્લા રોજગાર કચેરી, આણંદના રૂમ નં ૨૫, ૨૬, ભોંય તળિયે, જુના જિલ્લા સેવા સદન, આણંદ ફોન નંબર ૦૨૬૯૨- ૨૪૪૯૯૮ નો સપર્ક કરવા રોજગાર અધિકારી દ્વારા વધુમાં જણાવાયું છે.